Post Office ની આ સ્કીમથી થશે 17 લાખની કમાણી, માત્ર 333 રૂપિયાથી શરૂ કરો રોકાણ

Post Office RD scheme:પોસ્ટ ઓફિસ સ્કીમ સુરક્ષિત રોકાણ અને ગેરંટીકૃત વળતર માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘણી પોસ્ટ ઓફિસ સ્કીમ છે જેમાં તમે લાંબા ગાળા માટે રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો. અમે તમને આવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે 333 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને 17 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

Post Office ની આ સ્કીમથી થશે 17 લાખની કમાણી, માત્ર 333 રૂપિયાથી શરૂ કરો રોકાણ

Post Office investment scheme: જો તમે રોકાણ કરવા માટે કોઈ એવો વિકલ્પ શોધી રહ્યાં છો જેમાં જોખમ ઓછું હોય અને રિટર્ન સારૂ મળે તો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ તમારા માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા સમર્થિત આ યોજનાઓ સામાન્ય લોકોને નાની રકમથી રોકાણની ટેવ પાડવા અને ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરવાનો વિકલ્પ આપે છે.

ખાસ વાત છે કે આ યોજનામાં રોકાણ કરવું ન માત્ર સરળ છે, પરંતુ સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. આવી એક શાનદાર સ્કીમ છે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ, જેમાં તમે માત્ર 333 રૂપિયા દરરોજ બચાવી 17 લાખનું ફંડ તૈયાર કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે..

દરરોજ ₹333 બચાવી કઈ રીતે બનશે 17 લાખ?
પોસ્ટ ઓફિસની RD સ્કીમથી 17 લાખનું ફંડ તૈયાર કરવાની ગણતરીની વાત કરીએ તો જો તમે દરરોજ 333 રૂપિયા બચાવો છો તો મહિનામાં તમારૂ રોકાણ  ₹10,000 થઈ જશે. 5 વર્ષ સુધી આ રકમને જમા કરવા પર કુલ રોકાણ 6 લાખ થશે. 6.7% વ્યાજદર અનુસાર તમને આશરે ₹1.13  લાખનું વ્યાજ મળશે. જો તમે તેને પાંચ વર્ષ વધુ વધારી દો તો કુલ રોકાણ 12 લાખ થઈ જશે અને વ્યાજની રકમ વધી ₹5.08 લાખ થઈ જશે. આ રીતે 10 વર્ષ બાદ તમને કુલ ₹17,08,546 નું ફંડ મળશે, તે પણ માત્ર 333 રૂપિયાની બચતથી.

માત્ર ₹100 થી શરૂ કરી શકો છો રોકાણ
તમે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં ઓછામાં ઓછા ₹100 થી રોકાણ શરૂ કરી શકો છો. આ એક માસિક બચત યોજના છે, જેમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. હાલમાં, આ યોજના પર 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ સાથે ઉપલબ્ધ છે. આ યોજનાની ખાસિયત એ છે કે તમામ વય જૂથના લોકો તેમાં રોકાણ કરી શકે છે.

આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. જો રોકાણકારો ઇચ્છે તો, તેઓ આ સમયગાળાને 5 વર્ષ વધુ લંબાવી શકે છે, એટલે કે, કુલ 10 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે જો કોઈ કારણોસર તમારે ખાતું બંધ કરવું પડે, તો 3 વર્ષ પછી પ્રી-મેચ્યોર ક્લોઝરનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ યોજના નોમિનીની સુવિધા પણ પૂરી પાડે છે, જેથી રોકાણકારના મૃત્યુની સ્થિતિમાં, નોમિની ખાતું ક્લેમ કરી શકે અથવા ચાલુ રાખી શકે.

લોનની સુવિધા પણ ઉપલબ્ધ
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની અન્ય ખાસિયત છે કે તેમાં લોનની સુવિધા પણ મળે છે. જો તમે સતત એક વર્ષ રોકાણ કરો તો જમા રકમના 50 ટકા સુધીની લોન લઈ શકાય છે. તેના પર માત્ર 2 ટકા એક્સ્ટ્રા વ્યાજ આપવાનું હોય છે, એટલે કે જરૂર પડે તો આ સ્કીમ નાણાકીય મદદ પણ કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news