ગુજરાતના આ ગામડામાં અજાણી ઝેરી જીવાતથી લોકોમાં ભયનો માહોલ, જાણો કરડ્યા પછી શું થાય છે?
Rajkot News: અગાવ પાટણવાવ ગામે ત્રણ કેસો સામે આવ્યા હતા. ત્યારબાદ જામકંડોરણા ધોળીધાર ગામે ત્રણ કેસ સામે આવ્યા છે. જેતપુર તાલુકાના ઉમરાળી ગામે કેસ સામે આવ્યો છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો જોવા મળતો હોય છે, પરંતુ રાજકોટ જિલ્લામાં ઝેરી જીવાત કરડવાના બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ જરૂરી કામગીરી શરૂ કરી છે.
Trending Photos
નરેશ ભાલીયા/જેતપુર: રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે અગાવ ઝરી જીવજંતુના ત્રણ કેસ સામે આવ્યા બાદ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓને જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ગામે પણ એક વ્યક્તિને ઝેરી જીવાત કરડતા બીમાર પડ્યા છે. ઝેરી જીવાત પગમાં કરડતા પગમાં સોજો આવી જવો, ઉપરાંત, પગમાં ફોડલા થવા લાગવા સાથે જે જગ્યાએ જીવાત કરડી હોય ત્યાં રસી થવા, ચિહ્નો જોવા મળવા સાથે ઝેરી જીવાત કરડવાથી કિડનીમાં અસર થતી જોવા મળે છે. જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઝેરી જીવાત કરડવાની બીમારી લાગુ પડતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા છે.
જ્યારે ગ્રામજનોએ પણ પાણીનો ભરાવ,કચરા ના ઉકરડાથી,તેમજ રાત્રે સૂતા સમયે મચ્છર દાનીનો ઉપયોગ કરવો શરીર ઢાંકાય તે તે પ્રકારે કપડાં પહેરવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવા સાથે સાવચેતી રાખવાની અપીલ કરાય છે. જામકંડોરણા ધોળીધાર ગામે તેમજ જેતપુર તાલુકાના ઉમરાળી ગામે આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા દવા નો છંટકાવ,ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી રહી છે.
ઝેરી જીવજંતુ કરડવા બાબતે આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર સાથે વાતમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે પણ કોઈને આ જીવજંતુ કરડે છે તે કોઈને ખ્યાલ હોતો નથી. તેમજ કંઈ પ્રકારનું જંતુ કરડયું તે પણ ખબર હોતી નથી, જ્યારે સવારે ઉઠે તો પગમાં સોજો આવી જવો, ફોડલા પાડવા જેવું દેખાવ લાગે છે, હાલ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાની માહિતી મળી રહી છે. જીવાત કરડ્યા બાદ કેવા પ્રકારના લક્ષણો જોવા મળે, પગમાં સૌ પ્રથમ સોજો આવી જવો, ત્યારબાદ પગના ઉપરના ભાગમાં ધીમે ધીમે આગળ વધે છે, તેમજ કિડનીમાં પણ અસર દેખાય છે, પગમાં ફોડલા દેખાય છે.
આરોગ્ય વિભાગ દર્દીઓના રસીના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે જેમાં કેવા પ્રકારના જંતુ જોવા મળે છે તે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાય અને કેવું જીવ જંતુ છે તે સામે આવી શકે છે. ઉમરાળી ગામે એક કેસ સામે આવતા ફોગીગ,દવા છંટકાવ સહિત કામગીરી અત્યારે ચાલુ છે,સાથે સ્વચ્છતા રાખવાની પણ કામગીરી ગામમાં ચાલી રહી છે તેમજ ગ્રામજનોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. રાજકોટ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી જીવજંતુ કરડવાના બનાવો બનતા હાલ તો ગામોમાં ફફડાટ ફેલાયો છે,ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી પગલાં ભરવાની કામગીરી શરૂ કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે