SBIની આ યોજના છે ખાસ, માત્ર 593 રૂપિયા ભરીને બની શકો છો લખપતિ ! જાણો કેવી રીતે ?
SBI Scheme : રોકાણ કરવા માગતા લોકો માટે SBIની આ યોજના ખૂબ જ ઉપયોગી થશે. દર મહિને માત્ર 593 રૂપિયા જમા કરાવીને તમે લખપતિ બની શકો છો. ત્યારે આ યોજના વિશે વિસ્તારથી આ લેખમાં જાણીશું.
Trending Photos
SBI Scheme : બચત એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જીવનમાં ક્યારે પૈસાની જરૂર પડશે તે કહી શકાય નહીં. આવી સ્થિતિમાં કોઈ ગેરંટી નથી કે તમારા કોઈ સંબંધી કે પરિચિત વ્યક્તિ તમને મદદ કરશે. પણ જો તમે પૈસા બચાવશો તો તમારી પાસે સારી એવી બચત હશે. જે તમને મુશ્કેલ સમયે કામ આવશે.
એટલા માટે દરેક વ્યક્તિ નોકરી કરતો હોય કે વ્યવસાય તે અલગ અલગ જગ્યાએ પૈસાનું રોકાણ કરે છે. જો તમે પણ રોકાણ માટે કોઈ વિકલ્પ શોધી રહ્યા છો. તો SBIની આ યોજના તમારા માટે ખૂબ ઉપયોગી થશે. દર મહિને માત્ર 593 રૂપિયા જમા કરાવીને તમે લખપતિ બની શકો છો.
દર મહિને 593 રૂપિયા જમા કરાવવા પડશે
આજના સમયમાં રોકાણ કરીને બચત કરવી એ ખૂબ જ સરળ રોકાણ પદ્ધતિ બની ગઈ છે. જો તમે પણ રોકાણ કરવા માંગો છો. તો SBIની લખપતિ RD યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ યોજનામાં તમને 6.75%ના દરે વ્યાજ મળશે. તો વરિષ્ઠ નાગરિકોને આના પર વાર્ષિક 7.25% વ્યાજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં રોકાણ કરીને તમે લાખો રૂપિયા બનાવી શકો છો.
જો તમે મહિને 593 રૂપિયા જમા કરાવો છો. તો 10 વર્ષમાં તમારી પાસે 1 લાખ રૂપિયાનું ભંડોળ હશે. જો તમે ઝડપથી 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવા માંગતા હોવ એટલે કે જો તમને 3 વર્ષમાં 1 લાખ રૂપિયા જોઈએ છે. તો તેના માટે તમારે 2502 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે જો તમે વરિષ્ઠ નાગરિક છો. તો તમારે 2482 રૂપિયા જમા કરાવવા પડશે.
તમે આ રીતે રોકાણ કરી શકો છો
તમને જણાવી દઈએ કે કોઈપણ ભારતીય નાગરિક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIની આ લખપતિ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં તમે એકલા અથવા સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકો છો. રોકાણ કરવા માટે તમારે તમારી નજીકની SBI શાખામાં જવું પડશે. ત્યાં જઈને તમારે યોજના સંબંધિત ફોર્મ મેળવીને તેને ભરવાનું રહેશે. આ પછી તમારે કેટલાક સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી, દર મહિને તમારા ખાતામાંથી હપ્તાની રકમ આપમેળે ડેબિટ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે