રૂપિયા રાખો તૈયાર! આવી રહ્યો છે ટાટા કેપિટલનો IPO, જાણો ઈશ્યુ સાઈઝથી લઈ તમામ જરૂરી જાણકારી

Tata Capital IPO: સૂત્રોના જણાવ્યું અનુસાર, IPOનું કદ 2 બિલિયન અમેરિકન ડોલર જેટલું હોઈ શકે છે, જેનાથી કંપનીનું મૂલ્ય લગભગ 11 બિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવશે.

રૂપિયા રાખો તૈયાર! આવી રહ્યો છે ટાટા કેપિટલનો IPO, જાણો ઈશ્યુ સાઈઝથી લઈ તમામ જરૂરી જાણકારી

Tata Capital IPO: IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. ટાટા કેપિટલનો IPO આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) ટાટા કેપિટલે 47.58 કરોડ રૂપિયાના પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવા માટે બજાર નિયમનકાર SEBI પાસે અપડેટેડ દસ્તાવેજો ફાઇલ કર્યા છે. સોમવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે ફાઇલ કરાયેલા દસ્તાવેજો (DRHP) અનુસાર, પ્રસ્તાવિત IPO 21 કરોડ નવા શેર અને 26.58 કરોડ શેરની વેચાણ ઓફર (OFS)નું સંયોજન છે. વેચાણ ઓફરમાં ટાટા સન્સના 23 કરોડ શેર અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)ના 3.58 કરોડ શેરનું વેચાણ શામેલ છે.

આ ટાટા ગ્રુપનો બીજો IPO હશે
કંપનીએ અગાઉ એપ્રિલમાં ગોપનીય માર્ગ દ્વારા IPO દસ્તાવેજો ફાઇલ કર્યા હતા અને જુલાઈમાં SEBIની મંજૂરી પણ મેળવી હતી. આ પછી કંપનીઓએ RHP ફાઇલ કરતા પહેલા અપડેટેડ DRHP ફાઇલ કરવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, IPOનું કદ 2 બિલિયન અમેરિકન ડોલર જેટલું હોઈ શકે છે, જેનાથી કંપનીનું મૂલ્ય લગભગ 11 બિલિયન અમેરિકન ડોલર હોય શકે છે. જો આ IPO સફળ થાય છે, તો તે દેશના નાણાકીય ક્ષેત્રમાં સૌથી મોટું પ્રારંભિક શેર વેચાણ હશે. નવેમ્બર 2023માં ટાટા ટેક્નોલોજીસના લિસ્ટિંગ પછી તાજેતરના વર્ષમાં ટાટા ગ્રુપનો આ બીજો IPO હશે.

RBIએ આપી હતી સૂચનાઓ
ભારતીય રિઝર્વ બેન્કે ટાટા કેપિટલ સહિત મોટી શેડો બેન્કોને સપ્ટેમ્બરના અંત સુધીમાં લિસ્ટેડ થવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ટાટા ગ્રુપનું આ પગલું RBIની ફરજિયાત જરૂરિયાતને અનુરૂપ છે કે, "ઉચ્ચ-સ્તરીય" NBFCsને સૂચનાના ત્રણ વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટેડ થવું જરૂરી છે. ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ જે જાન્યુઆરી 2024માં ટાટા કેપિટલ સાથે મર્જ થઈ હતી, તે નિયમનકારની યાદીમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news