'ટેલેન્ટ વેચવા આવી છું, મારી જાતને નહીં...' કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ આ એક્ટ્રેસ, હવે બનશે 'રામાયણ'માં કૌશલ્યા

Ramayana Actress Casting Couch: રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં કૌશલ્યાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો છે. અભિનેત્રી આ પહેલા ઘણા લોકપ્રિય ટીવી શોમાં જોવા મળી છે.

'ટેલેન્ટ વેચવા આવી છું, મારી જાતને નહીં...' કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ આ એક્ટ્રેસ, હવે બનશે 'રામાયણ'માં કૌશલ્યા

Ramayana Actress Casting Couch: બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અંગે ઘણા સ્ટાર્સે ઘણા ખુલાસા કર્યા છે. આ દરમિયાન હવે ઘણા ટેલિવિઝન શો અને સાઉથ તેમજ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચ અંગે એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ડિરેક્ટરે તેમને એક ઓફર કરી હતી, જેના જવાબમાં તેમણે એવી વાત કહી હતી કે તેમનું નિવેદન હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

કાસ્ટિંગ કાઉચનો કરવો પડ્યો સામનો
બોલીવુડ બબલ સાથે વાત કરતી વખતે ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચ વિશે ઘણા ખુલાસા કર્યા છે. અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, શું તેણીએ ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે? આના પર અભિનેત્રીએ કહ્યું કે, 'બિલકુલ મેં તેનો સામનો કર્યો છે. ફક્ત એક વાર નહીં પણ ઘણી વાર. હું એમ નહીં કહું કે આવું હિન્દી કે મુંબઈમાં વધારે થયું છે. પરંતુ સાઉથમાં આવું થયું છે. એકવાર મને એક મોટા ફિલ્મ નિર્માતા દ્વારા એક મોટા પ્રોજેક્ટ માટે ફાઇનલ કરવામાં આવી. અમારા વચ્ચે પ્રોજેક્ટ અંગે કેટલાક મતભેદો હતા. હું સંપૂર્ણપણે તૈયાર હતી પરંતુ જેમ છેલ્લી ક્ષણે થાય છે, એક નાની વાતે આખા સંબંધને બગાડી નાખ્યો. ફક્ત એક જ વાક્ય, એક નિવેદનને કારણે બધું સમાપ્ત થઈ ગયું.'

ટેલેન્ટ વેચવા આવી છું, મારી જાતને નહીં
'મેં આંખો બંધ કરી અને કહ્યું, અરે... આ ફિલ્મ મારા હાથમાંથી નિકળી ગઈ. જ્યારે હું ઘરે આવી, મેં તેને એક મેસેજ મોકલ્યો. જે રીતે વાત તે કરી રહ્યા હતા, તેની બોડી લેંગ્વેજ અને અપેક્ષાઓ ઘણી વધી ગઈ હતી. તેની સાથે પ્રેશર પણ વધવા લાગ્યું હતું. મને લાગ્યું કે સિચ્યુએશન હેન્ડલ નહીં કરી શકીએ. કાલથી શૂટિંગ શરૂ થઈ જશે અને જો આ સંબંધ બગડશે, તો મેં ખૂબ જ શાંતિથી લખ્યું - સર, હું મારું ટેલેન્ટ વેચવા આવી છું, મારી જાતને નહીં.'

ઘણા શોમાં કર્યું કામ
અભિનેત્રીએ કહ્યું કે, 'કદાચ મારા શબ્દો થોડા કઠોર હતા, પરંતુ મને લાગ્યું કે જેટલા સ્પષ્ટ રહેશો તેટલું સારું રહેશે. તે તમને ગતિમાં રહેવામાં મદદ કરે છે. તમારી ઉર્જા વધે છે અને તમે આગળ વધી શકો છો. આ રીતે ઘણી વખત સારા પ્રોજેક્ટ્સ પણ છોડ્યા છે. આ પછી હું ટીવી તરફ વળી ગઈ. ખાસ વાત એ છે કે, તે રણબીર કપૂરની 'રામાયણ'માં ભગવાન રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળી છે. જેમાં 'કહાની ઘર ઘર કી', 'સારા આકાશ', 'કેસર', 'એક લડકી અંજાની'નો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news