9 કલાકથી વધુ ઊંઘ લો છો તો સાવધાન રહો, આટલા ટકા વધી જાય છે મોતનો ખતરો
Sleep Connection With Health: સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ વધુ પડતી ઊંઘ પણ નુકસાનકારક હોઈ શકે છે. જો તમે 9 કલાકથી વધુ ઊંઘો છો, તો મૃત્યુનું જોખમ અનેકગણું વધી જાય છે.
Trending Photos
Health News: આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમય નથી. તે પ્રકૃતિથી દૂર થઈ ગયા છે. ત્યારે લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યું છે. ખરાબ સ્વાસ્થ્યનો પ્રથમ સંકેત ઊંઘમાં સમસ્યા છે. આમ તો 9 કલાકની ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી હોય છે, પરંતુ જો તમે 7 કલાકથી ઓછું સૂવો તો સાવધાન થઈ જજો. કારણ કે તે તમારા બીપી-સુગર-થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલને બગાડે છે. સ્ટડી પ્રમાણે જીવ જવાનું જોખમ પણ આવા લોકોમાં 14 ટકા વધી જાય છે.
હા, પણ એનો અર્થ એ નથી કે તમારે કુંભકર્ણ બની જવું જોઈએ. કારણ કે 9 કલાકથી વધુ ઊંઘવું એ પણ વધુ ખતરનાક છે. આમાં મૃત્યુનું જોખમ 34% વધારે છે. આનો અર્થ એ છે કે કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે ખરાબ છે. ભલે તે ઊંઘ હોય. તેથી રાત્રે સમયસર સૂવાની અને સવારે સમયસર ઉઠવાની આદત બનાવો. દરરોજ યોગ અને પ્રાણાયામ જેવી કસરતો કરો. આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. સ્વામી રામદેવ પાસેથી જાણો કે પોતાને કેવી રીતે સ્વસ્થ રાખવું.
સારી ઊંઘનો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ
તમારી ઊંઘની સ્વાસ્થ્ય પર સીધી અસર થાય છે. ઓછું કે વધુ સૂવુ બંને સ્થિતિ સારી નથી. 58% લોકો રાત્રે 11 વાગ્યા બાદ સૂવે છે. 88 ટકા લોકો રાત્રે ઘણીવાર ઉઠે છે. દેશમાં 4માથી 1 વ્યક્તિને અનિંદ્રાની સમસ્યા થવા લાગે છે. માત્ર 35 ટકા લોકો આઠ કલાકની પૂરી ઊંઘ લઈ શકે છે.
ઊંઘના અભાવે થતા રોગો
જો તમે 18 કલાક સુધી ઊંઘ્યા વગર રહો છો, તો તે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય પર દબાણનું જોખમ વધારે છે. જે લોકો 24 કલાક સુધી ઊંઘ્યા વગર રહે છે તેઓ ચીડિયા થઈ જાય છે અને કામ કરવાનું મન નથી કરતા. જો તમે 36 કલાક સુધી ઊંઘ્યા વગર રહો છો, તો તે એકાગ્રતાનો અભાવ અને નિર્ણય લેવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે. 48 કલાક સુધી ઊંઘ્યા વગર રહેવાથી તણાવ અને ચિંતા વધે છે. આવા લોકોનો મૂડ બગડે છે અને ગુસ્સો વધે છે. 48 કલાકથી વધુ સમય સુધી ઊંઘ્યા વગર રહેવાથી આભાસ અને નકારાત્મક વિચારસરણી થાય છે.
ઊંઘની કમીથી થતી બીમારી
ઊંઘની કમીથી શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. જેમાં સુગર એટલે કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હોર્મોનલ બદલાવ, DNA ડેમેજ, કેન્સરનો ખતરો વધી જાય છે. વ્યક્તિ ડિપ્રેશન તરફ જતો રહે છે.
ઊંઘ અને સ્વાસ્થ્યનું કનેક્શન
જ્યારે તમે સારી ઊંઘ લો છો, ત્યારે ઊંઘ દરમિયાન શરીર સ્વસ્થ થાય છે. ઓછી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ખરાબ ઊંઘ રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે. ઓછી ઊંઘને કારણે ઘણી સમસ્યાઓ વધે છે. જેમ કે નિર્ણય લેવામાં મુશ્કેલી, શીખવાની ક્ષમતા ઓછી થાય છે, યાદશક્તિ નબળી પડે છે, તણાવ, ચિંતા, હતાશા અને બ્લડ પ્રેશર અસંતુલન થાય છે. મગજમાં ઝેરી તત્વો બને છે જેના કારણે શરીરમાં આ ફેરફારો આવવા લાગે છે.
ઊંઘની કમીની ઇમ્યુનિટી પર અસર
ઊંઘ ઓછી લેવાથી રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડે છે. નેચરલ કિલર સેલથી ટી-સેલ 70 ટકા ઓછા થવા લાગે છે. એન્ટીબોડી ઓછી બને છે. કોઈપણ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
ઊંઘની કમીથી ડાયાબિટીસ
તમે જાણીને ચોકી જશો કે જો ઓછી ઊંઘ લેવામાં આવે તો ડાયાબિટીસનો ખતરો અનેક ગણો વધી જાય છે. તેવામાં લોકોમાં સુગરની બીમારી થવાનું જોખમ વધે છે. કારણ કે ઓછી ઊંઘ લેવાથી ઇંસુલિન રેજિસ્ટેન્સ, સ્ટ્રેસ હોર્મોન બગડે છે અને ઇન્ફ્લેમેશન વધે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે