DA Hike Alert: 7મા પગાર પંચ હેઠળ છેલ્લીવાર મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો કેટલો વધશે પગાર?
DA હાઇક પર સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે જલ્દી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. સાતમાં પગાર પંચ હેઠળ છેલ્લી વખત મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો સામાન્ય રીતે જુલાઈથી લાગૂ થાય છે, પરંતુ તેની જાહેરાત બાદમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં દેશમાં તહેવારો દરમિયાન કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોંઘવારી ભથ્થું જમા કરે છે. તેવામાં આ વખતે જલ્દી ડીએમાં વધારાની જાહેરાત થઈ શકે છે. જાણો મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થવાની આશા છે.
આ વર્ષે માર્ચમાં સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓને 55 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સરકારી કર્મચારીઓના વેતનમાં મોંઘવારી ભથ્થું મહત્વનું પાસું છે, કારણ કે આ તેની આવક પર મોંઘવારીના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.
આ વખતે કેટલા ટકા વધારાની આશા
મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક શ્રમિકો માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI-IW) ના આધાર પર કરવામાં આવે છે, જેને શ્રમ મંત્રાલય અંતર્ગત આવનાર શ્રમ બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે. બ્યુરો દર મહિને આ સૂચકાંક મૂલ્યો શેર કરે છે જે આપેલ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતા ચોક્કસ શ્રેણીના માલ અને સેવાઓના છૂટક ભાવમાં સંબંધિત ફેરફારોને પ્રતિબિંબિત કરે છે. આ વખતે DA માં 3 ટકાનો વધારો અપેક્ષિત છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે DA ની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે