ધર્મેંદ્રની ભલામણને કારણે અમિતાભ બચ્ચનને શોલે ફિલ્મમાં રોલ મળ્યો હતો, જુઓ બચ્ચન પહેલા કોને આ રોલ ઓફર થયો?

તાજેતરમાં ધર્મેંદ્રએ જણાવ્યું કે શોલે ફિલ્મમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા માટે ડાયરેક્ટરને ભલામણ કરી હતી. બચ્ચન પહેલા અન્ય અભિનેતાને રોલ ઓફર થયો હતો. જાણો કંઈ રીતે બચ્ચન શોલેમાં આવ્યા.

ધર્મેંદ્રની ભલામણને કારણે અમિતાભ બચ્ચનને શોલે ફિલ્મમાં રોલ મળ્યો હતો, જુઓ બચ્ચન પહેલા કોને આ રોલ ઓફર થયો?

Sholay Movie: અમિતાભ બચ્ચનને બોલીવુડના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. તેમની એક્ટીંગ, લુક અને અવાજના લોકો દિવાના છે. પણ જો આપણે શોલે ફિલ્મની વાત કરીએ તો તેના ડાયરેક્ટરની પહેલી પસંદ અમિતાભ બચ્ચન નહોતી. અમિતાભ બચ્ચનને ધર્મેંદ્રની ભલામણ બાદ શોલેમાં કાસ્ટ કરવામાં આવ્યા હતાં. ધર્મેંદ્રએ પોતે આ વાતનો ઉલ્લેખ કરેલ છે. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન રોજ તેમની પાસે આવીને બેસતાં અને તે સમયે ધર્મેંદ્રએ રમેશ સિપ્પી સાથે વાત કરી હતી. 

ધર્મેંદ્રએ સિપ્પીને શોલે ફિલ્મમાં બચ્ચનને પસંદ કરવાની ભલામણ કરી હતી 
ધર્મેંદ્રએ હાલ એએનઆઈ સાથે વાતચીત દરમિયાન આ વાત જાહેર કરી. શોલે ફિલ્મ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, હાં, મેં તેમની ભલામણ કરી હતી. હું આ વાત ક્યાંય કરતો નથી પણ મેં તેમને (અમિતાભ બચ્ચનને) રોલ મળે તેની કોશિશ કરી હતી. તેઓ મને મળવા આવતા રહેતા અને મારી પાસે બેસતા. મેં રમેશ સિપ્પીજીને કહ્યું કે આ નવા છોકરાનો અવાજ ખૂબ જ સારો છે અને તે શ્રેષ્ઠ કામ કરશે. તેમની અંદર કામ કરવાનું ઝનૂન છે. તેમની આ પ્રતિભા મને ખૂબ જ ગમી. એટલે મેં સિપ્પીજીને કહ્યું કે બચ્ચનને કાસ્ટ કરી લો.

શત્રુઘ્ન સિન્હાને રોલ ઓફર થયો હતો 
લોકોને શોલેમાં અમિતાભ બચ્ચનનો રોલ ખૂબ પસંદ પડ્યો હતો અને આજે પણ બચ્ચન શોલે ફિલ્મના કારણે પ્રખ્યાત છે. સૂત્રો અનુસાર, પહેલા રમેશ સિપ્પીએ શોલેના જય નામના પાત્રનો રોલ શત્રુઘ્ન સિન્હાને ઓફર કર્યો હતો. પરંતુ ધર્મેંદ્રની ભલામણ બાદ આ રોલ અમિતાભ બચ્ચનને મળ્યો.

શોલે ફિલ્મને 50 વર્ષ પૂર્ણ થયા
ઉલ્લેખનીય છે કે શોલે ફિલ્મ 1975ના બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એવી રીતે ચાલી કે જેણે કમાઈના દરેક રેકોર્ડ તોડ્યા. ફિલ્મના દરેક પાત્રો અને રામગઢ ગામનું નામ પ્રખ્યાત બન્યું હતું. ફિલ્મમાં સંજીવ કુમાર, અજમદ ખાન, હેમા માલિની સહિત અનેક મોટા કલાકારોએ કામ કર્યુ હતું. આ ફિલ્મનના ડાયરેક્ટર રમેશ સિપ્પી રહ્યા અને ફિલ્મની વાર્તા સલમાન ખાનના પિતા સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ લખી હતી. આજે પણ આ ફિલ્મ એટલી જ લોકપ્રિય છે જેટલી 50 વર્ષ પહેલા હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news