તે વ્યક્તિ જેના પર દાવ લગાવી બેઠો છે 'સિકંદર' સલમાન ખાન, 24 વર્ષમાં બનાવી 14 ફિલ્મો, માત્ર 2 ફ્લોપ બાકી બધી બ્લોકબસ્ટર
સલમાન ખાન બોક્સ ઓફિસ પર 'સિકંદર' સાથે વાપસી કરી રહ્યો છે, જેનું નિર્દેશન એઆર મુરુગાદોસએ કર્યું છે. મુરુગાદોસની મોટાભાગની ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. 'સિકંદર' 30 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે.
Trending Photos
Film News: સિકંદર દ્વારા દોઢ વર્ષ બાદ સલમાન ખાન બોક્સ ઓફિસ પર પરત ફરશે. અભિનેતા છેલ્લા ટાઇગર 3માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. તેવામાં સલમાન ખાન માટે ઈદ 2025 ખાસ છે. હવે તે જોવાનું રહેશે કે સિકંદર બોક્સ ઓફિસ પર સુપરહિટ થાય છે કે નહીં.
સિકંદરની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે તેની પાછળ એક ખાસ વ્યક્તિ છે. જેના દમ પર સલમાન ખાને દાવ લગાવ્યો છે. આ કોઈ નહીં પરંતુ સાઉથના બ્લોકબસ્ટર મશીન ડાયરેક્ટર એઆર મુરૂગાદોસ છે, જેણે સલમાન ખાનની ફિલ્મ ડાયરેક્ટ કરી છે. ગજનીથી લઈને હોલીડે જેવી ફિલ્મોથી તે પહેલા બોક્સ ઓફિસ પર સફળતા હાસિલ કરી ચૂક્યા છે.
સલમાન ખાને કોના પર વિશ્વાસ વ્યક્ત કર્યો
હવે સિકંદર પહેલા તેના ડાયરેક્ટર એઆર મુરૂગાદોસ વિશે જાણી લો. આખરે કેમ તેનો સાઉથથી લઈને બોલીવુડમાં સિક્કો ચાલે છે. જેના પર સલમાન ખાન પણ વિશ્વાસ રાખે છે. એઆર મુરૂગાદોસનો જન્મ 25 સપ્ટેમ્બર 1974ના થયો હતો. તે મૂળ રૂપથી તમિલ સિનેમામાં કામ કરે છે. તેમને એક્શન ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. સાથે મારફાડવાળી ફિલ્મોમાં સોશિયલ ઈશ્યુ પણ ઉઠાવે છે. તેવામાં દર્શકો તેમની કહાની સાથે જોડાઈ શકે છે.
મોટા ખેલાડી છે એઆર મુરુગાદોસ
એઆર મુરુગાદોસની વધુ એક ખાસિયત છે. તે ગણતરીની ફિલ્મો કરે છે પરંતુ કામ જોરદાર કરે છે. તેની 24 વર્ષના કરિયરમાં માત્ર 14 ફિલ્મો આવી છે, પરંતુ મોટા ભાગની બ્લોકબસ્ટર રહી છે, માત્ર બે ફિલ્મો ફ્લોપ રહી છે. આવો તેમની ફિલ્મો વિશે જાણીએ.... (નીચે આપેલા આંકડા IMDb પ્રમાણે છે)
ફિલ્મ | વર્ષ | સ્ટારકાસ્ટ | બોક્સ ઓફિસમાં પ્રદર્શન |
Dheena | 2001 | અજીત કુમાર, લયલા | બ્લોકબસ્ટર |
Ramana | 2002 | વિજયકાંત, સિમરન | બ્લોકબસ્ટર |
Ghajini (તમિલ) | 2005 | સૂર્યા, અસિન | બ્લોકબસ્ટર |
Stalin | 2006 | ચિરંજીવી, ત્રિશા | સુપર હિટ |
Ghajini (હિંદી) | 2008 | આમિર ખાન, અસિન | બ્લોકબસ્ટર |
7aum Arivu | 2011 | સૂર્યા, શ્રુતિ હાસન | સુપર હિટ |
Thuppakki | 2012 | વિજય, કાજલ અગ્રવાલ | મેગા બ્લોકબસ્ટર |
Holiday | 2014 | અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા | બ્લોકબસ્ટર |
Kaththi | 2014 | વિજય, સમન્તા | બ્લોકબસ્ટર |
Akira | 2016 | સોનાક્ષી સિંહા, અનુરાગ કશ્યપ | ફ્લોપ |
Spyder | 2017 | મહેશ બાબુ, રકુલ પ્રીત સિંહ | ફ્લોપ |
Sarkar | 2018 | વિજય, કીર્તિ સુરેશ | સુપર હિટ |
Darbar | 2020 | રજનીકાંત, નયનતારા | હિટ |
14મી અને 15મી ફિલ્મ
આ 13 ફિલ્મો બાદ એઆર મુરૂગાદોસની 14મી ફિલ્મ સિકંદર છે અને 15મી ફિલ્મ મધરાસી છે, જે પાઇપલાઇનમાં છે. તો સિકંદર 30 માર્ચ 2025ના રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે તે સલમાન ખાન સાથે મળી કેવો કમાલ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે