Metro in Dino: ઘરે બેઠા જોઈ શકશો અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઈન દિનો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ

Metro in Dino Ott Release: જુલાઈ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ મેટ્રો ઈન દિનો જો થિયેટરમાં ન જોઈ શક્યા હોય તો તમે હવે આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકો છો. આ ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે ચાલો તમને જણાવીએ.
 

Metro in Dino: ઘરે બેઠા જોઈ શકશો અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઈન દિનો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ

Metro in Dino Ott Release: અનુરાગ બાસુના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ મેટ્રો ઈન દિનો 4 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં 4 અલગ અલગ લવ સ્ટોરી દેખાડવામાં આવે છે. આ ફિલ્મ 47 કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે 53.09 કરોડની કમાણી કરી છે. જો કે આ ફિલ્મના વખાણ ખૂબ થયા છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા, કોંકણા સેન, સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, અલી ફઝલ મુખ્ય ભુમિકામાં છે. 

આ ફિલ્મ જે લોકો થિયેટરમાં જોઈ શક્યા નથી તેઓ આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકશે. જાણવા મળતી માહિતી અનુસાર ફિલ્મ મેકર્સ આ રોમાંટિક ડ્રામા આ મહિનામાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મના ડિજિટલ પ્રીમિયરને લઈને અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ ચર્ચા છે કે ઓગસ્ટના એન્ડમાં આ ફિલ્મ ઓટીટી પર આવી જશે.

અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઈન દિનો વર્ષ 2007 માં આવેલી ફિલ્મ લાઈફ ઈન મેટ્રોની સ્પીરિચુઅલ સીક્વલ છે. આ ફિલ્મના વખાણ એટલા માટે પણ થયા છે કે આ ફિલ્મમાં અનુરાગ બાસુએ નવા જમાનાના સંબંધો, તેની એકલતા તેમની લાગણીને એક સાથે રજૂ કરી છે. 

એક રિપોર્ટ અનુસાર મેટ્રો ઈન દિનો ફિલ્મના ડિજિટલ રિલિઝની ડીલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે થઈ છે. અને નેટફ્લિક્સ પર આ ફિલ્મ 29 ઓગસ્ટ આસપાસ રિલીઝ કરવામાં આવશે. આ અંગે સત્તાવાર જાહેરાત પણ ટુંક સમયમાં થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news