ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, વડોદરામાં 100થી વધુ જર્જરીત કચેરીઓ ખાલી કરવાનો આદેશ
Vadodara News: આશરે એક મહિના પહેલાં ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં જર્જરીત ઈમારતોમાં ચાલી રહેલી સરકારી કચેરીઓ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યુ છે. વડોદરા શહેરમાં આવેલી 100થી વધુ કચેરીઓને 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ કર્યો છે. નર્મદા ભવન અને કુબેર ભવન જર્જરીત થયું હોવાને લઈ તાત્કાલિક ખાલી કરવાનો આદેશ કરતા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થયા છે. જો કે કોઈ પણ પ્રકારના સંકલન વચ્ચે સરકારી કચેરીઓ ખાલી કરવાનો હુકમ કરતા અરજદારો મુકાઈ ગયા છે મુશ્કેલીમાં....કેમ કે, હવે અરજદારોના નથી થઈ રહ્યા કામ...
સતત નાગરિકોની વ્યસ્ત રહેતા આ છે વડોદરા શહેરમાં આવેલ નર્મદા ભવન અને કુબેર ભવન...જેને જમીન દોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 40થી 45 સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભુવન અને કુબેર ભવનમાં રેટ્રો ફિટીગ કરવાનો નિર્ણય લેવાયો છે..આ બંને ભવનમાં આવેલી 100 જેટલી ઓફિસોને 20 દિવસમાં ખાલી કરવા માટે PWD વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે...બીજી તરફ વડોદરાના પ્રથમ બનેલા 8 માળના નર્મદા ભવન રૂપિયા 100 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે...જેના કારણે જન સેવા કેન્દ્ર, ડેપ્યુટી કલેક્ટર કચેરી, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, સમાજ સુધારણા કચેરી, GST ઓફિસ, ખાણ ખનીજ વિભાગની ઓફિસ ઉપરાંત સબ રજીસ્ટ્રારની ઓફિસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
જર્જરીત ઈમારતના સ્લેબમાંથી સળીયા દેખાઈ રહ્યા છે....તો અનેક જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડ્યા છે...એક બે નહીં પરંતુ તમામ ફ્લોરની હાલત જર્જરીત હાલતમાં છે....R એન્ડ બી વિભાગે બિલ્ડીંગની તપાસ કર્યા બાદ જર્જરીત હોવાનું સાબિત થતા હવે આખી ઈમારત ખાલી કરવાનો આદેશ આપ્યો છે...જો કે આ તમામ કચેરીઓ ક્યાં ક્યાં શિફ્ટ કરવામાં આવશે તેનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી...જેને લઈ અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
20 દિવસમાં આ ઈમારતો ખાલી તો કરવામાં આવશે...પરંતુ આ તમામ કચેરીઓ કઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે...તે અંગે હજુ સુધી કોઈ નક્કર જાણકારી આપી નથી...ત્યારે આ કચેરીમાં આવતા અરજદારોને આગામી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે