Ramayana First Look: રણબીર કપૂરની રામાયણ ની પહેલી ઝલક જુઓ, રામ-રાવણનો ફર્સ્ટ લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Ramayana First Look: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણનો ફર્સ્ટ લુક શેર કરી દેવામાં આવ્યો છે. આ ટીઝર જોયા પછી દર્શકોની આતુરતા વધી છે. આ ટીઝર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. તો ચાલો તમે પણ જોઈ લો રામાયણમ્ ફિલ્મનો ફર્સ્ટ લુક.
 

Ramayana First Look: રણબીર કપૂરની રામાયણ ની પહેલી ઝલક જુઓ, રામ-રાવણનો ફર્સ્ટ લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Ramayana First Look: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનો પહેલો લુક શેર કરી દેવામાં આવ્યો છે. આ ટીઝર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા અને ઈંટરનેટ પર ટ્રેંડ કરવા લાગ્યું છે. ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામના અવતારમાં જોવા મળે છે અને યશ રાવણના લુકમાં દેખાય છે. 

રામાયણ ફિલ્મના ફર્સ્ટ લુકમાં રણબીર કપૂર હાથમાં ધનુષ લઈ એક યૌદ્ધાની ભુમિકામાં દેખાય છે. પોસ્ટરના બેકગ્રાઉંડમાં  બ્રહ્માંડ દેખાડવામાં આવ્યું છે. ફિલ્મના ફર્સ્ટ ટીઝરમાં વીએફએક્સનો ઉપયોગ અદ્ભુત રીતે કરવામાં આવ્યો છે જે જોઈને રૂંવાડા ઊભા થઈ જશે.

મોશન પોસ્ટમાં કન્નડ સુપરસ્ટાર યશ રાવણના અવતારમાં દેખાય છે. રાવણને જ્યારે રામ એટલે રણબીર કપૂર તીર મારે છે ત્યારે અદ્ભુત સીન જોવા મળે છે. આ મોશન પોસ્ટર સાથે ફિલ્મના મુખ્ય પાત્રોના નામની ઘોષણા પણ કરી દેવામાં આવી છે. ફિલ્મના પ્રોડયૂસર નમિત મલ્હોત્રાએ આ ટીઝર તેના ઈંસ્ટા પર પણ શેર કર્યું છે જેમાં તેમણે સુંદર કેપ્શન લખ્યું છે. 

તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 10 વર્ષની આકાંક્ષા, દુનિયાની સાથે અત્યાર સુધીનું સૌથી મહાન મહાકાવ્ય રજૂ કરવાનો સંકલ્પ અને દુનિયાના શ્રેષ્ઠ લોકોના સહયોગનું પરિણામ છે રામાયણ, જેને શ્રદ્ધા અને સમ્માન સાથે રજૂ કરીએ. નવી શરુઆતમાં તમારું સ્વાગત છે...

ફિલ્મમાં રણબીર કપૂર અને યશ ઉપરાંત સાઈ પલ્લવી માં સીતાના પાત્રમાં જોવા મળશે. રામાયણ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થશે. પહેલો પાર્ટ 2026 માં અને બીજો પાર્ટ 2027 માં રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં હનુમાનજીના પાત્રમાં સની દેઓલ, લક્ષણના પાત્રમાં રવિ દુબે, કાજલ અગ્રાવલ મંદોદરી, લાલ દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news