છત્રી ખોલીને વાટકીમાં કરવો પડ્યો હતો પેશાબ, હસવાની પણ મંજૂરી નહીં...અભિનેતાના અતરંગી લગ્ન
Randeep Hooda Lin Laishram Weeding Ritual: મણિપુરમાં તણાવ વચ્ચે 29 નવેમ્બર 2023ના રોજ લિન લૈશરામ સાથે પોતાના લગ્ન વિશે રણીદીપ હૂડાએ ખુલીને વાતો શેર કરી છે.
Trending Photos
બોલીવુડ અભિનેતા રણદીપ હૂડ્ડા અને લિન લૈશરામે 2023ના રોજ મણિપુરમાં પરંપરાગત મીતૈઈ વિવાહ સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે મિડ ડે સાથે એક ઈન્ટરવ્યુમાં રણદીપે લગ્નની રસ્મો વિશે ખુલીને વાત કરી છે. જે તેણે પહેલીવાર અનુભવ કર્યા.
મારું લગ્ન એક મોટો ડ્રામા હતો
રણદીપ અને લિને લગ્ન પહેલા થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા. તેણે ખુલાસો કર્યો કે તેના વિશે એક સ્ટીરિયોટાઈપ હતી કે તે જાટ યુવતી સાથે લગ્ન કરશે. તેણે કહ્યું કે તેના લગ્ન એક પ્રકારના ડ્રામા જેવા હા. કારણ કે મણિપુરમાં તે વખતે ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી.
રણદીપે કહ્યું કે તેના મિત્રો, બ્રિગેડિયર સંઘવાન જે તે વખતે આસામ રાઈફલ્સમાં હતા તેમણે મણિપુરમાં તેના લગ્નની યોજના બનાવવામાં મદદ કરી હતી. અભિનેતાએ કહ્યું કે તે 10-12 લોકોના સમૂહ સાથે મણિપુર ગયા હતા અને તેણે સ્વીકાર્યું કે તેઓ આ વિસ્તારના રીતિ રિવાજો અને અનુષ્ઠાનોથી બિલકુલ અપરિચીત હતા.
રીતિ રિવાજ સમજવાની કોશિશ કરી હતી
રણદીપે કહ્યું કે કિલિને તેમને સમારોહને પહેલેથી સમજવામાં મદદ કરવા માટે વીડિયો દેખાડવાની કોશિશ કરી હતી પરંતુ તે સમયે તે સ્વાતંત્ર્ય વીર સાવરકરના સંપાદનમાં ખુબ વ્યક્ત હતા. લગ્નની રસ્મોને યાદ ક રતા રણદીપે કહ્યું કે પછી અમે લગ્નની રસમોમાં આવ્યા. મારી સાથે એક સહાયક હતો જે ટ્યૂટર જેવો હતો. આથી જ્યારે દુલ્હેરાજા પોતાનો સામાન માથા પર રાખી લે ત્યારે તે પોતાનું માથું ઝૂકાવી શકતો નથી.
એક વાટકી અને છત્રી આપે છે
તમે સમારોહમાં જાઓ તો ત્યાં તેઓ એક વાટકી અને એક છત્રી આપે છે. પથી તેઓ તમને એક હોલ્ડિંગ એરિયામાં રાખે છે. જ્યાં દરકે આવીને તમને જોવાના હોય છે અને તમારે ખુબ સન્માનજનક દેખાવવાનું હોય છે.
વાટકીમાં પેશાબ
એકવાર જ્યારે તમે મંડપમાં આવી જાઓ તો ત્યાં બધા મિદાંગ વાદક ગરમીમાં મીઠું ભભરાવે છે અને તમામ પંડિત મંત્રોચ્ચાર કરે છે. બે કલાક સુધી મારે મારી પીઠ સીધી કરીને અને માથું ઉપર કરીને બેસવું પડ્યું. પછી મે પૂછ્યું કે વાટકી શેના માટે છે અને તેણે કહ્યું કે જો તમારે પેશાબ કરવાની જરૂર હોય તો તમે બસ છત્રી ખોલો અને ત્યાં પેશાબ કરો.
લગ્ન દરમિયાન ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
તેઓ તમારી ચારેબાજુ એક ધાબળો લપેટી દે છે, ત્યાંથી તમે હટી શકતા નથી કારણ કે તમે ભગવાન છો. જ્યારે અમારા લગ્ન થઈ રહ્યા હતા તો ત્યારે ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અને જેવા ફેરા ખતમ થયા, સેંકડો એ કે 47 હવામાં ઉડવા લાગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે