TMKOC New Dayaben: તારક મહેતા શો માટે મળી ગયા નવા દયાબેન, અભિનેત્રીએ શરુ કરી દીધું શૂટિંગ

TMKOC New Dayaben: તારક મહેતા કા ઉલટા ચશ્મા શો માટે નવા દયાબેન મેકર્સને મળી ગયા છે. દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી ફાઈનલ થઈ ગઈ છે. નવી અભિનેત્રી સાથે મોક શૂટિંગ પણ શરુ થઈ ચુક્યું છે.

TMKOC New Dayaben: તારક મહેતા શો માટે મળી ગયા નવા દયાબેન, અભિનેત્રીએ શરુ કરી દીધું શૂટિંગ

TMKOC New Dayaben: સબ ટીવીના કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા ઘણા વર્ષોથી દયાબેનના પાત્ર વિના ચાલે છે. શોમાં દયાબેન તરીકે દિશા વાકાણી એન્ટ્રી કરશે કે નહીં કરે તે અંગે ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. દિશા વાકાણી શોમાં પરત નથી ફરવાના અને તેના બદલે અન્ય અભિનેત્રી દયા તરીકે શોમાં આવશે. 

દિશા વાકાણી વર્ષ 2018 થી શોમાં નથી. તેમને પરત લાવવા માટે શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ ભારે મહેનત કરી પરંતુ દિશા વાકાણી શોમાં પરત ફરવા માંગતી નથી તેથી હવે મેકર્સે નવા દયાબેન શોધી લીધા છે. 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દયાબેનના કેરેક્ટર માટે ઓડીશન ચાલી રહ્યા હતા અને આસિત મોદીએ નવા દયાબેનને ફાઈનલ કરી દીધા છે. દયાબેનનું પાત્ર કોણ ભજવશે તે નક્કી થઈ ગયું છે. જો કે આ અભિનેત્રીનું નામ રિવીલ કરવામાં આવ્યું નથી. પરંતુ જાણવા મળે છે કે મેકર્સે નવી અભિનેત્રી સાથે શૂટિંગ પણ શરુ કરી દીધું છે. 

આસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે શોમાં પરત આવવા માટે ચાર ગણી ફી અને વર્કીંગ અવર્સ ઓછા કરવાની વાત ચાલી હતી. પરંતુ દિશા વાકાણી શોમાં પરત ફરવાના નથી તે નક્કી છે. આ પહેલા અસિત મોદીએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમણે પ્રયત્ન કર્યા કે દિશા શોમાં પરત ફરે પરંતુ હવે તે શક્ય લાગતું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news