Kapil Sharma: કપિલ શર્મા સાથે હસવા માટે થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થશે ધ ગ્રેટ ઈંડિયન કપિલ શો સીઝન 3

The Great Indian Kapil Show Season 3: કપિલ શર્મા તેની ટોળકી સાથે ફરી એકવાર લોકોને હસાવવા નવી સીઝન સાથે આવી રહ્યો છે. ધ ગ્રેટ ઈંડિયન કપિલ શોની સીઝન 3 પણ નેટફ્લિકસ પર સ્ટ્રીમ થશે. જો કે આ વખતે સામાન્ય લોકો માટે શોમાં જબરદસ્ત સરપ્રાઈઝ રાખવામાં આવી છે.
 

Kapil Sharma: કપિલ શર્મા સાથે હસવા માટે થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થશે ધ ગ્રેટ ઈંડિયન કપિલ શો સીઝન 3

The Great Indian Kapil Show Season 3: જો તમે કપિલ શર્મા અને તેના શો ના ચાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. કપિલ શર્મા તેની ટોળકી સાથે ફરી એક વખત લોકોને હસાવવા માટે આવી રહ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો પર શરૂ થવાનો છે. કપિલ શર્માના આ શો ની આ ત્રીજી સીઝન હશે જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ વખતે પણ કપિલ શર્મા તેના જુના સાથી સુનિલ ગ્રોવર, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક અને અર્ચના પુરન સિંહ સાથે જોવા મળશે. નેટફ્લિક્સ પર કપિલ શર્માનો શો 21 જૂનથી સ્ટ્રીમ થશે. 

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં આ વખતે કપિલ શર્માના ચાહકો માટે જબરદસ્ત ટ્વિસ્ટ રાખવામાં આવ્યો છે. આ સિઝનમાં નેટફ્લિક્સ દુનિયાભરના કપિલ શર્મા શોના ચાહકોને ખાસ તક આપશે. જેમાં કપિલ શર્મા શોના ચાહકો સ્ટેજ પર આવીને પોતાનું હુનર દેખાડી શકશે. આ વાતની પુષ્ટિ ખુદ કપિલ શર્માએ કરી છે. 

કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં એક વીડિયોના માધ્યમથી તે જણાવે છે કે નેટફ્લિક્સ પર તેના શો ની ત્રીજી સિઝન શરૂ થવાની છે જોકે આ વખતે તેમનો પરિવાર મોટો થવાનો છે. કપિલ શર્માએ વીડિયોમાં જણાવ્યું છે કે આ સિઝનમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે શોમાં કરિયર, જીવન અને પ્રેમ જેવી અલગ અલગ વાતોને દેખાડવામાં આવે અને મજેદાર રીતે લોકો સુધી કોમેડીને પહોંચાડવામાં આવે. આ વખતે શોમાં લોકોને હસી સાથે જીવનની જરૂરી વાતો વિશે પણ જણાવવામાં આવશે. 

કપિલ શર્માએ આગળ જણાવ્યું હતું કે સિઝન 3 માં તેમની મજેદાર વાતો માણવાની સાથે મહેમાનોને પણ ખાસ તક મળશે. મહેમાનો પોતાના ખાસ ટેલેન્ટને સ્ટેજ પર આવીને દેખાડી શકશે તેમની સ્ટોરી અને તેમની વાતો લોકો સાથે શેર કરી શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news