ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ રૂપિયા, 5 સ્ટાર હોટલ જેવી મળશે સુવિધા

Indias Most Expensive Train: ભારતમાં એક એવી ટ્રેન છે જેનું ટિકિટ ભાડું 20 લાખ રૂપિયા સુધી છે. ખાસ વાત એ છે કે આ ટ્રેનમાં મુસાફર 7 દિવસ અને 6 રાત મુસાફરી કરે છે અને 2700 કિલોમીટરની મુસાફરીમાં ભારતના ઘણા ઐતિહાસિક પર્યટન સ્થળોની મુલાકાત લે છે.

ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ રૂપિયા, 5 સ્ટાર હોટલ જેવી મળશે સુવિધા

નવી દિલ્હીઃ ભારતમાં ટ્રેન પરિવહનને સૌથી સસ્તું અને સુવિધાજનક સાધન માનવામાં આવે છે. ભારતીય રેલવે ભાડા પર સબસિડી આપે છે તેથી યાત્રી ટિકિટ ખૂબ સસ્તી હોય છે. પરંતુ શું તમે તે વાત પર વિશ્વાસ કરશો કે દેશમાં એક ટ્રેન એવી છે જેની એક ટિકિટનું ભાડુ 20 લાખ રૂપિયા છે. હકીકતમાં આ ટ્રેનને ભારતની સૌથી મોંઘી રેલ કહેવામાં આવે છે.

અમે વાત કરી રહ્યાં છીએ મહારાજા એક્સપ્રેસ (The Maharajas Express) ની, જેના પ્રેસિડેન્શિયલ સુઇટની ટિકિટ ₹20,90,760 (લગભગ 24890 અમેરિકી ડોલર) સુધી પહોંચે છે. એક સામાન્ય માણસ આ ભાડાને સાંભળી ચોંકી શકે છે પરંતુ આ સત્ય છે. આવો તમને જણાવીએ આખરે આ ટ્રેન કયા રૂટ પર ચાલે છે અને તેમાં શું ખાસ છે કે 20 લાખ રૂપિયા ભાડું લેવામાં આવે છે.

મહારાજા એક્સપ્રેસની મોંઘી સફર
દેશમાં ચાલનારી મહારાજા એક્સપ્રેસ, એક ટૂરિસ્ટ ટ્રેન છે જે દેશ-વિદેશના પ્રવાસીઓને મહત્વના ટૂરિસ્ટ પ્લેસ પર લઈ જાય છે. આ ટ્રેનમાં અલગ-અલગ પ્રકારના પેકેજ મળે છે, જેની કિંમત 6,51,000 રૂપિયાથી લઈને 20,90,760 રૂપિયા સુધી છે.

મહારાજા એક્સપ્રેસના ટ્રાવેલ પેકેજ અને કિંમત
મહારાજા એક્સપ્રેસની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર ટ્રેનમાં ધ ઈન્ડિયન સ્પેલંડર (The Indian Splendour),  જેમાં 7 દિવસ, 6 રાત અને 2724 કિલોમીટરની યાત્રા માટે 20 લાખ સુધીની કિંમત જાય છે.

આ ટ્રેનમાં 4 અલગ-અલગ કેટેગરી, ડિલક્સ કેબિન, જુનિયર સુઇટ, સુઇટ અને પ્રેસિડેન્શિયલ સુઇટ ઉપલબ્ધ છે. ડિલક્સ કેબિનમાં સિંગલ પેસેન્જરનું ભાડું 651000 રૂપિયા, જુનિયર સુઇટમાં 834960  રૂપિયા, સુઇટમાં 1217160  રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સુઇટમાં  2090760 રૂપિયા છે.

ટુર પેકેજમાં શું-શું મળશે
મહારાજા એક્સપ્રેસની આટલી મોંઘી ટિકિટ હોવાનું ખાસ કારણ પણ છે આ ટ્રેન અને ટ્રાવેલ પેકેજમાં મળતી સુવિધાઓ, જેમાં સફર દરમિયાન ભોજન, ટૂરિસ્ટ પ્લેસ પર હોટલ સ્ટે, આલ્કોહોલ ડ્રિંક અને અન્ય ટ્રાવેલ ખર્ચ સામેલ છે.

મહારાજા એક્સપ્રેસ એક ભવ્ય અને લક્ઝરી ટ્રેન છે, જેના કોચની અંદર ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા મળે છે. તે કહેવું ખોટું નથી કે મહારાજા એક્સપ્રેસ રેલવે પાડા પર દોડતી 5 સ્ટાર હોટલ છે.

મહત્વના ટૂરિસ્ટ પ્લેસની મુલાકાત
મહારાજા એક્સપ્રેસ મુખ્ય રૂપથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના પર્યટન સ્થળોન ફેરવે છે. આ દરમિયાન તાજમહેલ, રણથંભૌર નેશનલ પાર્ક તથા જયપુર અને ઉદયપુરના મહેલ તથા કિલ્લા સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news