Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ

How to Boost Collagen Naturally: કોલાજન ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી શરીરમાં કોલાજનનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. કેટલીક ફુડ આઈટમ એવી છે જેને ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં કોલાજન નેચરલી વધી શકે છે.
 

Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ

How to Boost Collagen Naturally: ત્વચા યુવાન, ચમકદાર અને સુંદર દેખાય તેના માટે જવાબદાર તત્વ કોલાજન હોય છે. કોલાજન ત્વચામાં નેચરલી બને છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ ત્વચામાં કોલાજન ઘટવા લાગે છે જેના કારણે ત્વચા પર વૃદ્ધત્વ દેખાવા લાગે છે. કોલાજન સ્કિનને ફર્મ, સ્મૂધ, પ્લંપ બનાવવા માટે જરૂરી હોય છે. કોલાજન જેમ જેમ ઓછું થતું જાય તેમ તેમ ત્વચા ઢીલી પડી લટકવા લાગે છે.

કોલાજન શરીરમાં નેચરલી વધતું રહે તે માટે ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી શરીરને કોલાજન ભરપુર માત્રામાં મળે. કોલાજન ત્વચાને મળતું રહે તો ત્વચા પર ફાઈન લાઈન્સ, કરચલીઓ દેખાતી નથી. તો ચાલો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જે શરીરમાં કોલાજન વધારે છે. 

કોલાજન વધારતી વસ્તુઓ

- ગોટુ કોલા જેને મંડૂકપર્ણી પણ કહેવામાં આવે છે જે કોલાજન વધારવામાં અસરદાર હોય છે. તેનાથી ઘા ઝડપથી રુઝાય છે. અને સાથે જ ટિશૂ રીજનરેશનમાં મદદ કરે છે. 

- આમળા વિટામિન સી થી ભરપુર હોય છે. તેનાથી કોલાજન બુસ્ટ થાય છે. વિટામિન સી કોલાજન ક્રોસ લિંકિંગ માટે જરૂરી છે. 

- આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મુલેઠીના રસાયણ સ્કિન ટિશૂ હીલિંગમાં મદદ કરે છે. તેનાથી ઈજા ઝડપથી મટે છે. 

- અશ્વગંધા સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોન ઘટાડે છે. કોર્ટિસોલ ઓછું થઈ જવાથી કોલાડન ડેમેજ અટકે છે. 

- ઝિંક અને વિટામિન ઈ થી ભરપુર સુકા મેવા કોલાજન પ્રોડક્શન વધારે છે. સુકા મેવા દિવસ દરમિયાન સ્નેકિંગમાં ખાઈ શકાય છે. 

- શતાવરી એક સારું રસાયણ છે જેને ખાવાથી સ્કિન નરિશ થાય છે અને સ્કિનની ઈલાસ્ટિસિટી અને કોલાજન બંને વધે છે. 

સ્કિન એક્સપર્ટ અનુસાર ઉપર જણાવેલી વસ્તુઓનો પાવડર અથવા રસ રોજ 1 ચમચીની માત્રામાં સવારે ખાલી પેટ લેવો જોઈએ. 1 થી 3 મહિના સુધી આ વસ્તુઓ લેવાથી ત્વચા પર અસર દેખાવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news