હાઈ-વે પર લાશોના ઢગલા! ઇકો કાર-ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા થયો ભયાનક અકસ્માત, 3ના મોત, 4 લોકોને ગંભીર ઈજા

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. હરિપર બ્રિજ નજીક ઘટના બની છે. જેમાં ઇકો કાર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 લોકોને પહોંચી ગંભીર ઇજાઓ..

હાઈ-વે પર લાશોના ઢગલા! ઇકો કાર-ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા થયો ભયાનક અકસ્માત, 3ના મોત, 4 લોકોને ગંભીર ઈજા

ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: રાજ્યમાં અનેક રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે સવારે (ગુરુવાર) એક દુખદ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. ઇકો કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા ભયાનર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. હરિપર બ્રિજ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ઇકો કાર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે 4 લોકોનો આબાદ બચાવ થયો છે અને નાની મોટી ઈજાઓ પહોંચીછે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરીને મૃતકોના મૃતદેહોને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના હાઇ-વે પર અકસ્માતોની એક પછી એક વણઝાર યથાવત રહી છે. ત્યારે આજે વધુ 3 જિંદગી મોતને ભેટી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news