ખાલિસ્તાની સમર્થકે જયશંકરની કાર સામે આવીને પહેલા તો ભારત વિરોધી નારા લગાવ્યા, પછી ફાડ્યો તિરંગો 

S Jaishankar in London: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે. અહીં તેમણએ ખાલિસ્તાની સમર્થકોનો સામનો કરવો પડ્યો. એટલે કે સુધી કે એક ખાલિસ્તાનીએ તેમની કાર સામે આવીને તિરંગાનું અપમાન કરી નાખ્યું. 

ખાલિસ્તાની સમર્થકે જયશંકરની કાર સામે આવીને પહેલા તો ભારત વિરોધી નારા લગાવ્યા, પછી ફાડ્યો તિરંગો 

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતના વિદેશમંત્રી એક જયશંકરની કાર પર હુમલો કરવાની કોશિશ કરી છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે તેઓ એક પ્રોગ્રામમાં ભાગ લીધા બાદ કારમાં સવાર થઈને જઈ રહ્યા હતા. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ દોડીને તેમની કાર પાસે પહોંચ્યો અને ભારતીય ઝંડાને ફાડી નાખ્યો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલાખોર ઝડપથી ભાગીને વિદેશમંત્રીની કાર સામે આવીને ઊભો રહી જાય છે અને તિરંગો ફાડી નાખે છે. જો કે ત્યાં હાજર સિક્યુરિટી કર્મચારી પકડી લે છે. 

જયશંકર 4થી 9 માર્ચ સુધી બ્રિટનના પ્રવાસ છે. આ દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ લેમી અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ પ્રવાસનો હેતુ ભારત-બ્રિટન રણનીતિક ભાગીદારી મજબૂત કરવાનો છે. જેમાં વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, રક્ષા સહયોગ અને આપસી સંબંધો પર ચર્ચા થશે. બ્રિટન બાદ તેઓ 6થી 7 માર્ચ સુધી આયરલેન્ડ જશે. અહીં તેઓ વિદેશ મંત્રી સાઈમન હેરિસને મળશે અને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. 

— THE SQUADRON (@THE_SQUADR0N) March 5, 2025

કાશ્મીર પર જયશંકર
વિદેશમંત્રી એસ જયશંકરે લંડનના ચાથમ હાઉસ થિંક ટેંકમાં ભારતના ઉદય અને વિશ્વામાં તેની ભૂમિકા  વિષય પર બોલતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કાશ્મીર, કલમ 370 હટાવવા, આર્થિક સુધારા અને ઉચ્ચ મતદાન સાથે થયેલી ચૂંટણીઓ પર પોતાના વિચારો શેર કર્યા. જયશંકરે કહ્યું કે ભારત સરકારે કાશ્મીરમાં મોટાભાગની સમસ્યાઓ ઉકેલી છે. તેમણે જણાવ્યું કે કલમ 370ને હટાવવી એ પહલું પગલું હતું. ત્યારબાદ ત્યાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયને બહાલ કરાયા. 

પાડોશીઓને મોટો સંદેશ
જયશંકરે વધુમાં કહ્યું કે ત્રીજુ મોટું પગલું ત્યાં સફળતાપૂર્વક ચૂંટણી કરાવવાનું હતું. જેમાં ભારે સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. તેમણે એ પણ કહ્યું કે કાશ્મીરનો એ ભાગ જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં છે તે પાછો આવશે, ત્યારે કાશ્મીરનો મુદ્દો સંપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. જયશંકરે કહ્યું કે ભારત હંમેશાથી પોતાના પાડોશી દશોની મદદ કરતું રહ્યું છે, પરંતુ તેની સાથે ભારતને પણ એ આશા હોય છે કે તેના પાડોશીઓ તેની સંવેદનાઓ અને હિતોનું સન્માન કરે.  તેમણે કહ્યું કે અમે મોટા છીએ, ઉદાર છીએ પરંતુ અમારા પણ કેટલાક હિતો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા પાડોશીઓ પણ તેને સમજે અને અમારા પ્રત્યે જવાબદારી નિભાવે. 

અમેરિકા સાથે સંબંધો પર શું બોલ્યા જયશંકર?
અમેરિકા-ભારત સંબંધો પર બોલતા તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડર તરફ વધી રહી છે, જે ભારતના હિતમાં છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષય વેપર સમજૂતિની જરૂરિયાત પર સહમતિ બની છે. તેમણે કહ્યું કે અમેરિકી સરાકરે ભારત સાથે ક્વાડ ગઠબંધનને પણ મહત્વ આપ્યું છે. જેમાં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે. 

ચીન સાથેના સંબંધો પર બોલતા જયશંકરે કહ્યં કે ભારત અને ચીન દુનિયાના બે મોટી જનસંખ્યાવાળા દેશો છે અને બંને વચ્ચે એક અનોખો સંબંધ છે. તેમણે કહ્યું કે બંને દોશો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ કે જેમાં એક બીજાના હિતો અને સંવેદનશીલતાનું સન્માન થાય. તેમણે જણાવ્યું કે ઓક્ટોબર 2024 બાદથી ભારત-ચીન સંબંધોમા કેટલીક સકારાત્મક ઘટનાઓ થઈ છે જેમાં કૈલાશ માનસરોવર યાત્રા માર્ગનું ખુલવું સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news