બનાસકાંઠા જિલ્લાના 186 ગામડાઓમાં અચાનક વધી ગયા આ બીમારીના કેસ, 478 દર્દીઓ પોઝિટિવ

TB cases Banaskantha district: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અચાનક ટીબીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં જે વિગતો સામે આવી તે ચોંકાવનારી છે.

  બનાસકાંઠા જિલ્લાના 186 ગામડાઓમાં અચાનક વધી ગયા આ બીમારીના કેસ, 478 દર્દીઓ પોઝિટિવ

બનાસકાંઠાઃ દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે આ તાલુકામાં એક 186 ગામડાઓનો સમાવેશ થાય છે. આ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા એક સર્વેમાં વર્ષ 24-25માં ટીબીના 478 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા છે. 

એટલું જ નહીં આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18000 જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યાં છે. જેમાં 800 જેટલા લોકોન એક્સરે લઈ તપાસ કરવામાં આવી છે જેમાં 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે. 

વિવિધ હેલ્થ વર્કરો અંતરીયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એટલું જ ને વજન કરવા સાથે ટીબીના રોગને લગતી દવાઓ પણ તેમને ઘેર બેઠા આપવામાં આવી રહી છે. જે રીતે સરકાર હાલ તબક્કે ક્ષયને નિર્મલ કરવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ દાંતા તાલુકામાં ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં જે શંકાસ્પદ દર્દીઓ છે તેમને અંબાજી દાંતા અને માંકડી ગામે આવેલા હોસ્પિટલમાં એક્સરે કરાવીને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news