સસ્તામાં હવાઈ મુસાફરી, માત્ર 1199 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ, 5000 રૂપિયાથી ઓછા ખર્ચે વિદેશ જવાની તક
IndiGo Getaway Sale : જો તમે ઉનાળાની રજાઓમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે ઇન્ડિગો ગેટવે સેલ નામનો મર્યાદિત સમયનો ડિસ્કાઉન્ટ સેલ લઈને આવી છે. આ સેલ આજથી શરૂ થયો છે અને 6 જૂન સુધી ચાલશે.
Trending Photos
IndiGo Getaway Sale : ઇન્ડિગો એક ખાસ સેલ લઈને આવ્યું છે. ગેટવે સેલ નામના મર્યાદિત સમયના ડિસ્કાઉન્ટ સેલમાં ઇન્ડિગો દેશ અને વિદેશમાં પસંદગીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ખાસ વન-વે ભાડું લાવી છે, સાથે જ તે એડ-ઓન્સ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલ આજથી શરૂ થયો છે અને 6 જૂન સુધી ચાલવાનો છે. તમે વોટ્સએપ અથવા ટ્રાવેલ પાર્ટનર દ્વારા ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો.
ઇન્ડિગો ગેટવે સેલમાં ફ્લાઇટની ટિકિટ કેટલાથી શરૂ થાય છે ?
ઇન્ડિગોના આ ગેટવે સેલમાં તમે 1,199 રૂપિયાના કિંમતે ભાવે ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ 4,599 રૂપિયાના શરૂઆતી કિંમતે બુક કરી શકાય છે.
ઇન્ડિગો ગેટવે સેલમાં એડ-ઓન્સ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ
- ડોમેસ્ટિક માટે પ્રી-પેઇડ એક્સ્ટ્રા બેગેજ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ અને ઇન્ટરનેશનલ સેક્ટર માટે 15 કિલો, 20 કિલો અને 30 કિલો પર 20% ડિસ્કાઉન્ટ છે.
- પ્રી-બુક કરેલા ભોજન પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- ફાસ્ટ ફોરવર્ડ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- ડોમેસ્ટિક સેક્ટર માટે ઇમરજન્સી XL (એક્સ્ટ્રા લેગરૂમ) સીટ રૂપિયા 500થી શરૂ થાય છે.
- ઝીરો કેન્સલેશન પ્લાન માત્ર રૂપિયા 299માં છે.
આ ઓફર ફક્ત નોન-સ્ટોક, મલ્ટી-સિટી અને કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર જ લાગુ પડે છે.
આ રૂટ્સની ટિકિટ બુકિંગ પર ડિસ્કાઉન્ટ
મુંબઈ-વડોદરા, મુંબઈ-છત્રપતિ સંભાજી નગર, મુંબઈ-વિજયવાડા, દિલ્હી-ગ્વાલિયર, મુંબઈ-હુબલી, દિલ્હી-પંતનગર, દેવઘર-કોલકાતા, દીવ-અમદાવાદ, કડપા-હૈદરાબાદ, ગોંદિયા-હૈદરાબાદ, સુરત-દીવ, અમદાવાદ-દીવ, દીવ-સુરત, કોલકાતા-દેવઘર, ચંદીગઢ-ધરમશાલા, બેંગલુરુ-સાલેમ, સાલેમ-હૈદરાબાદ, કડપા-ચેન્નઈ, કડપા-વિજયવાડા 1,199 રૂપિયામાં બુક કરાવી શકાય છે. તેવી જ રીતે તિરુચિરાપલ્લી-જાફના, જાફના-તિરુચિરાપલ્લીની ટિકિટ 4,599 રૂપિયામાં બુક કરાવી શકાય છે.
ઈન્ડિગો ગેટવે સેલ ક્યાં સુધી છે ?
આ મર્યાદિત સમયનો સેલ છે. આ સેલ હેઠળ ટિકિટ બુકિંગ 4 જૂન 2025થી શરૂ થઈ ગયું છે. આ સેલમાં 6 જૂન 2025ની મધ્યરાત્રિ 23.59 વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકાય છે. તમે આ ખાસ સેલ દ્વારા ટિકિટ બુક કરાવી શકો છો અને 12 જૂન 2025થી 24 સપ્ટેમ્બર 2025ની વચ્ચે ગમે ત્યારે મુસાફરી કરી શકો છો. જો તમે આ સમય દરમિયાન મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે તમારી સુવિધા મુજબ ટિકિટ બુક કરાવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે