લિવઇનમાં રહેતી મહિલાની પ્રેમીએ કરી નિર્મમ હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

અમદાવાદ નજીકના બાવળામાં લિવ ઈનમાં રહેતી મહિલાની પ્રેમીએ નિર્મમ હત્યા કરી નાખી. 13 વર્ષથી પ્રેમ કરતાં પ્રેમીએ કેમ કરી મહિલાની હત્યા આવો જોઈએ...
 

લિવઇનમાં રહેતી મહિલાની પ્રેમીએ કરી નિર્મમ હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ રામનગરમાં  લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરની છરી અને લોખંડના સળિયાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ બાવળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યા કરનાર આરોપી પ્રેમી મનસુખ રાવળની ધરપકડ કરાઈ છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા અન્ય પુરુષ સાથે આડા સંબંધ હતા . તેનો ગુસ્સો રાખીને આરોપી પ્રેમી મનસુખ રાવળે મહિલા પ્રેમિકા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરની ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી

લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરનાં 13 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. જે બાદ મનસુખ રાવળ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયો, હત્યાના  7 દિવસ અગાઉ મૃતક મહિલા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોર અમદાવાદના નિકોલ ખાતે તેની બહેનને ત્યાં ગયા જ્યાં તેમને રઘુવીર સિંહ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો. હત્યાની આગલી રાત્રે રઘુવીર સિંહ મૃતક મહિલાના ઘરે રાત રોકવા માટે આવ્યો  અને બીજા દિવસે સવારે આરોપી મનસુખ રાવલે ઘરે આવીને જોયું તો બને એક જ પથારીમાં સાથે સુતા હતા. આ દ્રશ્ય જોઈને મનસુખ રાવલ નીકળી ગયો. રઘુવીર નીકળી ગયા બાદ સવારે મનસુખ રાવળ પ્રેમિકા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોરનાં ઘરે આવીને રઘુવીર બાબતે ઝઘડો કર્યો અને ત્યાર બાદ સળિયા અને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. 

આરોપી અને મહિલા બંને આશરે 13 વર્ષથી પ્રેમસંબંધમાં હતા. આરોપી મહિલા અને તેના બાળકોનું ભરણપોષણ પણ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાના ઘરની નજીકમાં જ રહે છે. અને આઇસર ચલાવીને તેનું ગુજરાન ચલાવે છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news