ફાયરિંગથી પિતાના મોત પછી પુત્રીએ માતાને વીડિયો કોલ કરી દેખાડ્યું અને કહ્યું- 'મમ્મી જો પાપાને શું થયું છે...'
Ahmedabad Firing: અમદાવાદના બોપલમાં પૈસાની લેતીદેતીમાં યુવકે આત્મહત્યા કર્યાનો બનાવ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લમણે ગોળી મારી આત્મહત્યા કર્યા બાદ હથિયાર ગાયબ થતા પોલીસને અનેક શંકાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઊંડાણપૂર્વ તપાસ હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલા શિવાલિક સોસાયટી ના આવેલા આ ઘર ના મંગળવારની રાત્રિ એ ફાયરિંગ થયા ના મેસેજ બોપલ પોલીસ ને મળ્યા હતા મેસેજ મળતા ની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે બોપલમાં આવેલા કબીર એન્કલેવ પાસેના શિવાલિક રો હાઉસમાં ગત મંગળવારે રાત્રે ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો. આશરે છ માસથી ભાડે રહેતા શેરબ્રોકર નું ગોળી વાગવાથી મોત નિપજ્યુ હતું. બોપલમાં બનેલી આ ઘટનાને લઇને પાંચેક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક કલ્પેશ ટુડીયાએ જે પરિચિત વ્યક્તિને 25 લાખ આપ્યા હતા તે ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ઘટનાની બેએક મિનીટ પહેલા જ મૃતકને મળવા આવેલા બે શખ્સો ભાગી જતા આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે અવઢવ ઉભી થઇ છે. બીજી તરફ હથિયાર કોણ લઈ ગયુ તેવા અનેક સવાલો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્યના બોપલમાં આવેલા કબીર એન્કલવ પાસે શિવાલિક બંગ્લોઝ આવેલા છે. જ્યાં મુળ રાજકોટના અને 13 વર્ષથી અમદાવાદમાં રહેતા 41 વર્ષીય મૃતક કલ્પેશ ટુડિયા છએક માસથી પત્ની અને પુત્રી સાથે ભાડે રહેતા હતા. કલ્પેશ ટુડિયા શેર બ્રોકિંગ નું કામ કરતા હતા જ્યારે તેમના પત્ની વીઆઇપી રોડ પર ફુડ સ્ટોલ ધરાવે છે અને તેમની 14 વર્ષીય પુત્રી ધો.8માં અભ્યાસ કરે છે. ગત મંગળવારે કલ્પેશ ટુડિયા અને તેમની પુત્રી ઘરે હાજર હતા. ત્યારે આઠેક વાગ્યાની આસપાસ બે શખ્સો તેમને મળવા આવ્યા હતા. કલ્પેશ ટુડિયા અને બે શખ્સો ઉપરના માળે રૂમમાં એકાદ કલાક બેઠા હતા. જ્યારે તેમની પુત્રી નીચેના માળે અભ્યાસ કરી રહી હતી. જ્યારે કલ્પેશ ટુડિયા અને શખ્સોની મિટીંગ પૂરી થઇ ત્યારે બંને શખ્સો રવાના થયા હતા.
બંને શખ્સોને કાર પાસે મૂકી આવીને કલ્પેશ ટુડીયા તેમની પુત્રીને કપડાં બદલવા જવાનું કહીને ઉપરના માળે ગયા હતા. અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા કલ્પેશટુડીયાની પુત્રી અને બંને શખ્સો બહારથી દોડી આવીને ઘરના ઉપરના માળે પહોંચ્યા હતા. જ્યાં કલ્પેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પુત્રીએ તેની માતાને વીડિયો કોલ ફોન પર જાણ કરતા કલ્પેશ ટુડીયાના પત્ની પણ દોડી આવ્યા હતા. આ દરમિયાનમાં મળવા આવેલા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. કલ્પેશ ટુડીયાને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની પ્રાથમિક તપાસમાં કલ્પેશ ટુડિયા પાસેથી દીકરી ના અભ્યાસ ના નોટબુકના કાગળમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેમને પરિચીત વ્યક્તિ પાસેથી 25 લાખ લેવાના હોવા છતાં તે આપતો ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, ઘટનાસ્થળ પરથી માત્ર એક ગોળી અને ખાલી ખોખુ મળી આવ્યુ છે પરંતુ જે હથિયારથી ફાયરિંગ થયું તે હથિયાર ગુમ હોવાનું સામે આવતા પોલીસે આ મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી છે ત્યારે જે બે વ્યક્તિઓ મૃતક કલ્પેશ ટુડીયા ને મળવા માટે આવ્યા હતા એ સુરેન્દ્રનગર થી હથિયાર આપવા માટે આવ્યા હોવાના અનુમાન પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે.
સાથે જ પોલીસ નું અનુમાન છે કે કલ્પેશ ટુડિયા એ આત્મહત્યા કર્યા બાદ આ બંને શખ્સો હથિયાર લઈ ને ફરાર થઈ ગયા હોય શકે છે સાથે જ કલ્પેશ ટુડિયા એ સ્યુસાઇટ માં જે મિત્ર પાસે થી અંદાજે 25 લાખ લેવા ની ઉલેખ કર્યો છે તે મિત્ર ની અટકાયત કરી ને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ ના અંત ના આ સમગ્ર બનાવ ના જે રહસ્યો માં શું ખુલાસા થાય છે એ જેવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે