એ શર્મા, આંગળી નીચે રાખી વાત કરો...! ચૈતર વસાવા અને નર્મદા DySP વચ્ચે જાહેરમાં તું તું મેં મેં

MLA Chaitar Vasava Angry : આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ... કહ્યું, પકડવા હોય તો બુટલેગરોને પકડો.. ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રોકતા થયો હોબાળો...
 

એ શર્મા, આંગળી નીચે રાખી વાત કરો...! ચૈતર વસાવા અને નર્મદા DySP વચ્ચે જાહેરમાં તું તું મેં મેં

Narmada News : નર્મદાની ડેડિયાપાડા બેઠકના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એક વખત પોલીસ સામે બાંયો ચડાવી છે. ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે SPને રજૂઆત કરવા જતાં હતાં કે પોલીસ ખોટી રીતે નાના માણસોને હેરાન કરી રહી છે. જો કે SP ઓફિસ પહોંચે તે પહેલા જ કેવડિયના DySP સંજય શર્માએ ચૈતર વસાવાને રોક્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવા અને DySP વચ્ચે જાહેરમાં જ તું તું મેં મેં થઈ ગઈ હતી. 

જો કે લાંબી રકઝક બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે SP ઓફિસ પહોંચ્યા હતા અને ખોટી રીતે હેરાન કરતાં પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ બુટલેગરને નથી પકડતી, ખનીજ માફિયાઓને નથી પકડતી પરંતુ મજૂરી કરતા લોકોને પરેશાન કરે છે તેવો પણ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો. જો કે ચૈતર વસાવાના આરોપ પર SPએ કહ્યું કે, જો પોલીસ હેરાન કરતી હશે અને ધ્યાનમાં આવશે તો કાર્યવાહી કરાશે. 

બન્યું એમ હતું કે, ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએજિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરવા રાજપીપલા  પ્રવેશ કરતા ચૈતર વસાવાને પીલીસે અટકાવ્યા હતી. વડિયા જકાત નાકા પાસે પોલીસે ચૈતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે રકઝક બાદ ચૈતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ જતા પણ અટકાવતા સમર્થકો ના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. 

ધારાસભ્ય ચૈતર વસાવા આજે સવારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાને કેટલીક રજૂઆત કરવા તેમના સમર્થકો સાથે જતા હતા ત્યારે કેવડીયા પાસે તેમના કાફલા ને dysp  સંજય શર્મા સાથે ચકમક ઝરી હતી. જેમાં ચૈતર વસાવાએ સંજય શર્માને કહ્યું હતું કે, આંગળી નીચે કરો અને તમીઝથી વાત કરો.

આખરે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવમોગરાદર્શને આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યો.

ચૈતર વસાવાએ કહ્યું હતું કે, પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે. બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. તમારે પકડવા હોય તો બુટલેગરોને પકડો. ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો. નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે. રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનનની ચીમકી ચૈતર વસાવાએ આપી.  

જોકે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સામેના ખોટા આક્ષેપો નકાર્યા. નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પોલીસની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં ગયા વર્ષે 20124 માં વર્ષના90%  ફેટલ અકસ્માતો થયા હતા જેમાં ડેડીયાપાડા સાગબારામાં 50% ફેટલ અકસ્માતો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે ટ્રાફિક ના નિયમોનુપાલન કરવા માટે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને અકસ્માતો ન થાય એમાટે હેલ્મેટ ન પહેરી હોય, સીટ બેલ્ટ ના પહેરી હોય, ડ્રીંક કરીને ડ્રાઇવિંગ કરતા હોય આ બધાની સામે કાયદાકીય કલમ અનુસાર કામગીરી કરવામાં આવી છે. ખોટી રીતે પોલીસ કોઈને હેરાન કરતી નથી. કોઇ પણ સાચી રજુઆત હશે તો કાર્યવાહી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news