શિક્ષિકા-વિદ્યાર્થી બાદ સુરતમાં 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીર સાથે ભાગી ગઈ!
Surat love Story : ઘોર કળિયુગ આવ્યો... સુરતમાં 19 વર્ષીય યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ, ફરિયાદ બાદ જલગાંવથી પોલીસે બંનેને ઝડપી લીધા
Trending Photos
Surat News : તાજેતરમાં જ સુરતની શિક્ષિકા સગીર વયના વિદ્યાર્થીને ભગાડી લઈ જવાનો કિસ્સો ચગ્યો હતો. ત્યારે હવે સુરતની 19 વર્ષીય યુવતી 17 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગયાનો કિસ્સો બન્યો છે.
સુરતના લીંબાયતમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી લઈ ગઈ હતી. યુવતી કિશોરને ભગાડી ઉજ્જૈન લઈ ગઈ હતી. ત્યાંથી બંને જણા જલગાઉં રોકાયા હતા. એટલું જ નહિ, કિશોર પોતાની સાથે તેના ઘરેથી 25 હજાર પણ લઇ ગયો હતો.
બન્યું એમ હતુ કે, 19 વર્ષીય યુવતી અને 17 વર્ષીય સગીર બંને લીંબાયતમાં એક જ સોસાયટીમાં રહેતા હોવાથી આંખ મળી હતી. બંને ઘરેથી ભાગ્યાને 50 દિવસ થઈ ગયા હતા. ઘરેથી ભાગીને 50 દિવસ સુધી બંને બહાર રહ્યા હતા.
કિશોરના માતા પિતાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માતાપિતાની ફરિયાદ બાદ પોલીસે બંને જણાને શોધી કાઢ્યા હતા. બંને જણા જલગાંવથી ઝડપાયા હતા. જ્યાં પોલીસે યુવતી વિરુદ્ધ પોક્સો એક્ટ ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી એછ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે