અમદાવાદની આગમાં પરિવારની જિંદગીભરની કમાણી બળીને ખાખ થઈ, ઘર હતું ન હતું જેવું થયું
Ahmedabad Fire : આગની જ્વાળાઓમાં જિંદગીની કમાણી બળીને ખાખ..!!! અમદાવાદના ખોખરાના પરિષ્કર-1 માં લાગેલી વિકરાળ આગમાં ફ્લેટના માલિકોની ઘરવખરી બળીને ખાખ, ઘટના બાદના કરુણ દ્રશ્યો જુઓ
Trending Photos
Gujarat Fire : શુક્રવારે અમદાવાદના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બની હતી. ઈમારત પર લટકીને જીવ સટોસટનો ખેલ ખેલવાના વીડિયોએ તહેલકો મચાવી દીધો છે. ત્યારે હવે આગ બાદ ઈમારતના મકાનોની સ્થિતિના ચિતાર સામે આવ્યો છે. જેમાં લોકોની જિંદગીભરની મહેનતની કમાણી રીતે આગમાં બળીને સ્વાહા થઈ ગઈ તે જોઈ શકાય છે.
મહિલાએ આગમાં બચાવ્યો દીકરીઓનો જીવ
અમદાવાદના પરિષ્કર-1 એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ ગજબની હિંમત દેખાડી હતી. પહેલા તેમણે ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઉંચકીને ઉતારી, પછી નાની દીકરીને ઉતારી હતી. અને અંતે આ મહિલા નીચે ઉતરી હતી.
આગની જ્વાળાઓમાં જીવનભરની પૂંજી હોમાઇ, અમદાવાદના ખોખરાના પરિષ્કાર-1માં લાગી હતી વિકરાળ આગ#Viral #ViralVideo #Trending #TrendingNow #Ahmedabad #AhmedabadFire #Parishkar pic.twitter.com/Llk9xwTkOQ
— Zee 24 Kalak (@Zee24Kalak) April 12, 2025
કેવી રીતે લાગી હતી આગ
તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્લેટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ એટલી ભયાનક બની કે આખી ઈમારત આગની લપેટમાં આવી ગઈ. લોકોને પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાં લટકતા પણ જોવા મળ્યા હતા. જોકે ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં 20 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
જોકે, ખોખરાના પરિષ્કર-1 માં લાગેલી વિકરાળ આગમાં ફ્લેટના માલિકોની ઘરવખરી બળીને ખાખ થઈ ગયો છે. આગની ઘટના બાદના કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. એક ઘર વસાવવા પરિવારને કેટલી મહેનત કરવી પડે છે, અને એક મિનિટમાં ઘર બળી જાય છે. ત્યારે આ ફ્લેટને ફરી ઘર બનાવવા માટે પરિવારે ફરી કમર કસવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે