હવે બાળકો લઈને અમદાવાદના લો ગાર્ડનમાં જતા હોય તો સાવધાન! શનિવારે થઈ ગયો મોટો કાંડ

Ahmdabad News: લૉ ગાર્ડનમાં રમતી સાડા ચાર વર્ષની બાળકીનું શનિવારે અપહરણ થયાની ફરિયાદ પોલીસને મળી હતી. આ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 70 પોલીસકર્મીઓને 10 ટીમ બનાવીને 300 જેટલા સીસીટીવી ફૂટેજ આધારે બાળકીની શોધખોળ કરી હતી.

હવે બાળકો લઈને અમદાવાદના લો ગાર્ડનમાં જતા હોય તો સાવધાન! શનિવારે થઈ ગયો મોટો કાંડ

દર્શલ રાવલ/અમદાવાદ: લો ગાર્ડન ખાતેથી એક બાળકીના અપહરણના ગુનાનો ભેદ તો ઉકેલાઈ ગયો. પરંતુ આ ગુનાની તપાસમાં કોર્પોરેશન અને લો ગાર્ડનને મેન્ટેન કરતી સંસ્થાની પોલ ખુલી પડી છે. એટલા માટે કારણ કે પોલીસ તપાસમાં લો ગાર્ડનની અંદર રહેલા સીસીટીવી બંધ જણાઈ આવ્યા છે. જે સીસીટીવી બંધ હોવાના કારણે બાળકીને શોધવામાં પણ પોલીસને મોડું થયું. જે અંગે પોલીસે તંત્રનું ધ્યાન દોર્યું છે. ત્યારે આ મામલે zee 24 કલાકે પણ લો ગાર્ડનમાં રહેલ સીસીટીવી વ્યવસ્થાની ચકાસણી કરી તો શું સામે આવ્યું.

જી હા. લો ગાર્ડન ખાતે શનિવારે ચાર વર્ષની પીહુ નામની બાળકીનું અપહરણ થાય છે. જે ઘટનામાં શરૂઆતમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે બાળકી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. જ્યાં પોલીસ તપાસ કરે છે તો સામે આવે છે કે લો ગાર્ડનમાં રહેલા સીસીટીવી કેમેરા જ બંધ છે. જેને લઈને બાળકીને શોધવું પોલીસ માટે અઘરું બની જાય છે. જોકે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 10 જેટલી ટીમ અને 70 જેટલા પોલીસ કર્મચારીઓ કામે લાગે છે. અને લો ગાર્ડનની બહાર રહેલા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજનની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરાય છે. અને આખરે ચાર દિવસે બાળકી એલિસબ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતેથી મળી આવે છે. જે ઘટનામાં મોટો સવાલ ઊભો થાય છે. 

લો ગાર્ડનમાં રહેલા સીસીટીવી કેમેરાનું કે જે બંધ હોવાના કારણે બાળકી જે જલ્દી મળી શકવાની શક્યતા હોત તે ન થયું. ત્યારે Zee 24 કલાક પ્રજાના હિતમાં તેની નૈતિક જવાબદારી સમજી લો ગાર્ડન ની આ સમસ્યા જાણવા પહોંચ્યું. જ્યાં ટીમ લો ગાર્ડનમાં અંદર પ્રવેશી તો મુલાકાતીઓ રોજની જેમ સમય પસાર કરી રહ્યાં હતાં. જેઓને કેમેઓ જોઈ અંદાજ આવી ગયો કે ઘટના શુ હશે. જ્યાં મુલાકાતીઓ એ લો ગાર્ડન ની વ્યવસ્થાને વખાણી પણ cctv અને અન્ય કેટલીક વ્યવસ્થા અંગે લોકોએ બળાપો કાઢ્યો.

આ બાદ zee 24 કલાક ની ટીમે લો ગાર્ડનમાં રહેલા cctv કેમેરા ફંફોડયા. તો સામે આવ્યું કે cctv કેમેરાનું કોઈ મેંઈંન્ટેનન્સ નથી થઈ રહ્યું. એટલા માટે કેમ કે કેમેરા નમી ગયેલા હતા. વાયરો બહાર લબળતા છે. તો ડોમ કેમેરામાં દેખાય નહિ તેવી સ્થિતિ અને તેનાથી પણ મોટી બાબત કે ગાર્ડનમાં રહેલા 10 થી વધુ કેમેરા બંધ જણાઈ આવ્યા. જે કેમેરા શરૂ કરવા પણ લોકોએ માંગ કરી. 

ઉલ્લેખનીય છે કે લો ગાર્ડન પહેલા કોર્પોરેશન સંભાળતું હતું. પરંતુ બાદમાં અસીમાં નામની સંસ્થાને પીપીપી ધોરણે લો ગાર્ડનના મેન્ટેનન્સ ની જવાબદારી સોંપવામાં આવી. જે બાદ લો ગાર્ડનનો વિકાસ તો થયો પણ તેમાં ઊભી કરાયેલી આ સીસીટીવી ની સુવિધા ચાલુ છે કે નહીં તેની કોઈએ દરકાર ન લીધી અને તેના કારણે જ જે બાળકી જલ્દી મળી શકવાની શક્યતા હોય તે બાળકી પોલીસને મોડા મળી. તેમ જ જો લો ગાર્ડનમાં અન્ય કોઈ ક્રાઈમની ઘટના બને તો તેમાં પુરાવા કઈ રીતે મેળવવા તે પણ એક પ્રશ્નો ઊભો થયો છે. તેમજ આ ઘટના બાદ પોલીસે જ્યારે એએમસીનું સીસીટીવી કેમેરા બંધ હોવા અંગે ધ્યાન દોર્યું છે તે બાદ આ સીસીટીવી કેમેરા શરૂ ક્યારે થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news