રંગીન મિજાજી પતિએ સાળાનું ઘર ભાંગ્યું, પતિના લવેરિયાને કારણે બે પરિવારોમાં ફૂટ પડી
Husband Extra Marital Affair : અમેરિકા રિટર્ન રંગીન મિજાજી પતિનો ભાંડો ફૂટ્યો... સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ, 50 તોલા દાગીના-દસ્તાવેજો પડાવ્યા અને ₹20 લાખ દહેજ માગતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
Trending Photos
Gandhinagar News : માનવીય સંબંધો હવે હદ વટાવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં બે પરિવારો વચ્ચે અનૈતિક સંબંધોને કારણે મોટી ફૂટ પડી. અમેરિકાના રંગીન મિજાજી પતિએ પત્ની પાસેથી દાગીના પડાવીને વધુ દહેજની માંગ કરી છે.
બન્યું એમ હતું કે, ગાંધીનગરની એક યુવતીના લગ્ન વર્ષ 2005 માં ન્યૂ વાવોલના સુખી સંપન્ન પરિવારમાં થયા હતા. સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાયા હતા. જેના બાદ દંપતી અમેરિકા સ્થાયી થયું હતું અને તેમને સંતાનમાં એક દીકરી હતી. દીકરીના જન્મના થોડા સમય બાદ પરિવાર પરત ભારત આવી ગયો હતો. પરંતું દીકરીનો જન્મ થયો હોવાથી પતિને આ વાત જરા પણ પસંદ ન હતી.
પતિ વારંવાર પત્ની પાસેથી દહેજની માંગ કરીને ત્રાસ ગુજારતો હતો. દહેજ અને દીકરી મામલે મ્હેણા ટોણા મારતો હતો. પત્ની જ્યારે પણ પિયર જતી તો પતિ તેની પાછળ પાછળ પિયરમાં જતો રહેતો હતો. પરંતુ અહીં પતિએ મોટો કાંડ કર્યો હતો.
પતિએ સાળાની પત્ની પર નજર બગાડી હતી. બંને વચ્ચે પ્રેમના અંકુર ફુટવા લાગ્યા હતા. આખરે એક દિવસ પતિ અને સાળાની પત્ની વચ્ચેના સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. આ કારણે સાળાના લગ્નજીવનમાં ભડકો થયો હતો, અને આ લગ્નજીવન તૂટી જવાની સ્થિતિ પર આવી ગયું હતું.
બીજી તરફ પરિણીતાના સંસારના પણ ઝગડા વધી ગયા હતા. તોય રંગીન મિજાજ પતિ સુધારવાનું નામ લેતો નથી. આખરે કંટાળીને પત્નીએ રંગીન મિજાજી પતિ વિરુદ્ધ ફરિયાદ આપતાં મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પત્ની પાસે 20 લાખ દહેજની માગ કરી ત્રાસ આપતો હતો. આટલું ઓછું હોય એમ તેણે 50 તોલાના દાગીના અને અગત્યના દસ્તાવેજો પડાવી લઈ પત્નીને મારઝૂડ કરીને તરછોડી દીધી હતી. જેથી પત્નીએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે