હેવાનીયતની હદ પાર! 51 વર્ષીય આધેડે માસૂમ 13 વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ, ગર્ભવતી બનતા ભાંડો ફૂંટ્યો
Aravalli News: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર અને ગર્ભવતી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે 51 વર્ષીય બળાત્કારીની ધરપકડ કરી છે.
Trending Photos
Aravalli News: ગુજરાતમાં એક તરફ મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યારે દુષ્કર્મની એક એવી ઘટના બની છે, જેણે જાણીને સૌ કોઇનું હૃદય કંપાવી દે છે. ગુજરાતના મેઘરજ શહેરમાં માનવતાને શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ ઘટનાને અંજામ આપવાનો આરોપ 51 વર્ષીય આધેડ શખ્સ પર લાગ્યો છે. બાળકી સાથે આવું જઘન્ય કૃત્ય પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને માત્ર 24 કલાકમાં જ આ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે.
મેઘરજના એક ગ્રામ્ય વિસ્તારમાં 51 વર્ષીય આધેડે 13 વર્ષીય કિશોરીને લલચાવીફોસલાવી દુષ્કર્મ આચર્યું, જોકે તેને 3 માસનો ગર્ભ રહી જતાં આ નરાધમનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચવા પામી છે.
મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં 51 વર્ષીય આધેડના ઘરે 13 વર્ષીય કિશોરી રમવા જતી હતી. ત્યારે આ આધેડે આ કુમળી ફૂલ જેવી માસૂમ પર દાનત બગાડી અને તેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો. દરરોજ જ્યારે આ બાળકી રમવા આવે ત્યારે પોતાની પત્ની ઘરે હોય, જેથી તે મનમાં ને મનમાં 13 વર્ષીય કિશોરી માટે ખરાબ વિચારો કરતો.
પત્ની ઘરે ના હોય ત્યારે એકલતાનો લાભ લઈ કુકર્મ કરતો આવા ખરાબ વિચારો ભરી રાખી જાણે તે મોકો મળે એની જ રાહ જોતો હોય એમ જ્યારે જ્યારે આધેડની પત્ની ઘરે ના હોય ત્યારે આ સગીરાને ખોટી લાલચો આપીને દુષ્કર્મ ગુજારતો રહ્યો. પોતાના કરતાં ચાર ગણી નાની ઉંમરની કિશોરી છે એનો પણ ખ્યાલ કર્યા વગર આ નરાધમ વાસનામાં અંધ બનીને તેને પીંખતો રહ્યો.
અત્યાર સુધી આ મામલમાં શું કાર્યવાહી થઈ?
ગુજરાતમાં 13 વર્ષની બાળકી સાથેની આ આખી હૃદયદ્રાવક ઘટના મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બની હતી. બાળકી સાથે થયેલ આ ઘટનાનો સમગ્ર મામલો સામે આવતા ઇસરી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ જઘન્ય કૃત્યને લઈ ઇસરી પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ઇસરી પોલીસ સ્ટાફ અને પીઆઈજી કે. વહુનિયાએ તાત્કાલિક બળાત્કારી આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી અને માત્ર 24 કલાકમાં જ બળાત્કારી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આરોપીઓ સાથે વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી છે.
કડક સજાની માંગ
મેઘરજ તાલુકામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં 51 વર્ષીય આધેડે 13 વર્ષની છોકરી સાથે એવું કૃત્ય કર્યું છે કે તેનાથી અરવલ્લી જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. લોકો ઈચ્છે છે કે આરોપી બળાત્કારીને કડક સજા મળે. હાલમાં ઇસરી પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે આરોપીની તબીબી તપાસ સહિત ઘણી અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે