ભારે વરસાદના કારણે ગુજરાતના આ 2 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર; બારેમેઘ ખાંગાની સ્થિતિ!
Gujarat HeavyRains: સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જેમાં ઇડર, ખેડબ્રહ્મા, વડાલી સાહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં મધ્યરાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને આજે 3 જુલાઈ 2025 ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
Gujarat HeavyRains: સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે, જેના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ખેડબ્રહ્મા, ઈડર અને વડાલીની પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બાળકોની સલામતીના ભાગરુપે નિર્ણય જાહેર કર્યો છે. ભારે વરસાદ ધરાવતા વિસ્તારમાં શાળાઓના આચાર્ય પરિસ્થિતિ મુજબ રજા જાહેર કરી શકશે. શિક્ષકો અને આચાર્યોને શાળામાં હાજર રહેવાની સૂચના પણ અપાઈ છે.
જોકે ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે કડિયાદરા ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા અહીંયા રહેતા સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. જોકે કડીયાદરા ગામના રામનગર વિસ્તારના ઘરોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જેને લઇને ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ચૂક્યો હતો.
હાલ તો સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્રણ ત્રણ વાર આ રીતે પાણી ભરવાના કારણે મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સ્થાનિકો દ્વારા સ્થાનિક પંચાયતથી લઈ તાલુકા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ આવ્યો ન હોવાના કારણે સ્થાનિકો હાલ તો તંત્ર પર રોષ ઠાલવી રહયા છે.
સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર 5 મીમીથી 128 મીમી સુધી વરસાદ પડ્યો છે. રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધી વધુ વરસાદ નોંધાયો તેવા વિસ્તારોમાં ખેડબ્રહ્મા 5 ઇંચ, વડાલી સવા 4 ઇંચ, હિંમતનગર 3 ઇંચ, પ્રાંતિજ 2 ઇંચ, તલોદ 2 ઇંચ અને વિજયનગરમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે