સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ: એક એકાઉન્ટમાં માત્ર 4 જ દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન
Surat Crime News: સાઇબર ફ્રોડ માટે બેન્ક કિટ દિલ્હી મોકલવાનું ઉધના પોલીસે પકડેલું રેકેટ 200 કરોડને આંબી ગયું હતું. સુરતથી ઝડપાયેલા બે ટાઉટ મલેશિયા અને કક્યુબામાં નેટવર્ક ધરાવતી ચાઇનીઝ મેગ માટે 100 જેટલા એકાઉન્ટ પ્રોવાઈડ કરી ચૂક્યા હતા. ચાઈનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવાયેલી વ્યક્તિઓ તથા ગેમિંગ એપના માધ્યમથી મેળવેલા નાણાં જમા લેવા અને ટ્રાન્સફર કરવા માટે આ આ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
Trending Photos
Surat News: ફ્રોડ, ગેમિંગ, બેટિંગ દ્વારા આચરાતા સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ પ્રોવાઈડ થતાં ઉધના પોલીસે બાતમીના આધારે ગત અઠવાડિયે રામનગર ચાર રસ્તા પાસેથી એક યુવકને બેંક કિટ સાથે આંતર્યો હતો. આ કિટ તેને મીત પ્રવીણ ખોખારએ ડિલિવરી માટે આપી હોવાનું જણાવતાં તેની અટકાયત કરાઈ હતી. પાર્થની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતાં સુરતમાંથી સાઈબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. કિરતનોદ જાદવાણી અને દિવ્યેશ જિતેન્દ્ર ચકરાની ભાગીદારીમાં આખું રેકેટ ચલાવતા હતા અને મીત મારફત લોકોના બેન્ક એકાઉન્ટ મેળવી તેના આધારે સિમકાર્ડ તથા ટેકસ્ટાઈલ પેઢી બનાવી તેમાં મલેશિયાથી નેટવર્ક ચલાવતા ચાઈનીઝ ગેંગ દ્વારા કરાતી સાઇબર ફ્રોડ ના નાણાં જમા લેતા હતા.
પોલીસે કિરત જાંઘવાનીને પણ દબોચી 9 મોબાઇલ, અલગ-અલગ બેન્ક ના 21 ડેબિટ કાર્ડ, 30 ચેક બુક કોમ્પ્યુટર સીપીપુ પ લેપટોપ, રોકડા 3.84 લાખ, નોટ ગણવાનું મશીન, કટર મશીન મળી કબજે લીધા હતા. તપાસ દરમિયાન કિરત અને દિવ્યેશ કયુબાના નંબરનો ઉપયોગ કરી મલેશિયાથી નેટવર્ક ચલાવતા રિચપે નામથી આઇ.ડી. ધરાવતા શખ્સ માટે કામ કરતા હતા. રિચપે ક્યુબાનો નંબર ઉપયોગ કરતો હતો. જે એકાઉન્ટ ભાડે લેવાયા હતા તેને નેટ બેન્કિંગનો આઇ.ડી. પાસવર્ડ જનરેટ કરી ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે રોઝરપે એપ મારફત મોકલી આપતા હતા. નવ મહિનામાં તેમણે 100 એકાઉન્ટ પુરા પાડયા હતા. જેમાંથી 200 કરોડનું ટ્રાઝેક્શન મળ્યું હતું. 100માંથી એક એકાઉન્ટમાં માત્ર ચાર જ દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. બીજા એકાઉન્ટમાં 26 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
દેશભરમાંથી નાણાં આ એકાઉન્ટમાં જમા થતા હતા. જેમાંથી અલગ અલગ એકાઉન્ટમાં નાની નાની રકમ ટ્રાન્સફર કરી બાદમાં માફિયાઓ દ્વારા યુ એસ.ડી.ટી. મારફત મલેશિયા અને ક્યુબાના ઓપરેટર સુધી પહોંચતી કરવામાં આવી હતી. ઉપરાંત કિરત અને દિવ્યેશ સાઇબર ગેંગ માટે એકાઉન્ટ પુરા પાડવાના મોટા ખેલાડી હતા. આઠ લાખની જંગી રકમ આપીને તેઓ ગ્રાહક પાસેથી બેંક કિટ ખરીદતા સાઇબર માફિયાને આ બંને એકાઉન્ટ વેચવાને બદલે પુરા પાડેલા એકાઉન્ટમાં રકમ જમા થતી તેમાં બે ટકાનું કમિશન રાખતા. બદલામાં તેઓ જે એકાઉન્ટ લેતા તેને આધારે 13 ટેકસ્ટાઇલ પેટી ઊભી કરી જી એસ.ટી નંબર પણ કઢાવી લેતા હતા કમિશન પેટે યુએસડીટી કોઈન પોતાના વૉલેટમાં લેતા, જે બજારમાં વેચી રોકડી કરી લેતા હતા પોલીસને આ બંનેના પાંચ વોલેટ એર્ડ્સ માળ્યા હતા.કિરતનું બેંક એકાઉન્ટ તપાસતાં દોઢ કરોડ જેટલું ટ્રાઝેક્શનમળ્યું હતું.
તે ઉપરાંત દોઢ કરોડની એફ.ડી. પત્ની અને માતાના નામે પ્રમાણ તોલા ઘરેણાં ઉપરાંત એક લક્કરીયણ કાર ખરીદી હોવાનું જણસ આવ્યું હતું ફિરત પહેલા કલીપ કાર્ટ કંપનીના ત્રણ વેરહાઉસ ધરાવતો હતો. સવા બે કરોડનું પેમેન્ટ ફસાતા તેણે ક્રિપ્ટો કરન્સીમાં હા યાજમાવ્યો હતો. આ વ્યવસાય થકી તે દિલ્હીના વિનીત પ્રસાદના પરિચયમાં આવ્યો હતો. વિનિતે તેને ટ્રેનિંગ આથી ક્યુબાના રીચવે નામની આઇ ડી થી વાત કરતા ચાઇનીઝ માફીયાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે