ઠાકરે બંધુઓને ગુજરાતના પાટીદારનો જવાબ, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદની ગુજરાતમાં થઈ મોટી હલચલ

Marathi Language Controversy : વર્ષો બાદ એકમંચ થયેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પાટીદારો અંગેના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આપ્યો જવાબ 
 

ઠાકરે બંધુઓને ગુજરાતના પાટીદારનો જવાબ, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદની ગુજરાતમાં થઈ મોટી હલચલ

Uddhav-Raj Thackeray's reunion : 20 વર્ષ બાદ ફરી મુંબઈમાં એક મંચ પર ઠાકરે બંધુ આવ્યા છે. 'મરાઠી વિજય' રેલીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ એકસાથે જ રહેવાનું વચન આપ્યું. તેમણે કહ્યું, જે બાલાસાહેબ ન કરી શક્યા, તે ફડણવીસે કરી નાખ્યું... હવે હિન્દી થોપશો તે નહીં ચલાવી લેવાય. ત્યારે ગુજરાત ભાજપ તરફથી નિવેદન આવ્યું છે. 

ભાજપનો ઉદય પણ પાટીદારોને આભારી છે - ભાજપ પ્રવક્તા 
ગુજરાતમાં પાટીદારોને અલગ અલગ કરવા અંગેના ઉદ્ધવ ઠાકરેના નિવેદનના મામલે ભાજપની પ્રતિક્રિયા આવી છે. ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, નકલી શિવશેનાના નેતાઓ સત્તા માટે ભેગા થઈ રહ્યાં છે. વર્ષો પહેલા સત્તા માટે છુટા પડ્યા હતા, હવે સત્તા માટે ભેગા થઈ રહ્યા છે. ભાગલાવાદી તેમની નીતિ અને રીતિ રહી છે. ભાજપ સૌના સાથ સૌના વિકાસમાં માને છે. પટેલની પ્રગતિ એ ભાજપને આભારી છે. તે જ રીતે ભાજપનો ઉદય પણ પાટીદારોને આભારી છે. ગુજરાતમાં પાટીદાર અને ભાજપ એકબીજાના પૂરક છે. ભાજપ પાર્ટી જ્ઞાતિ, જાતિ, પંથ, કે ભાષાના આધારે હતી નહિ અને છે પણ નહીં. ઉદ્ધવ ઠાકરેના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું.

ઉદ્ધવ ઠાકરેએ પટેલોને લઈને શું કહ્યુ હતું કે, 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તમે લોકો તમારા માલિકો માટે આ કરી રહ્યા છો. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમનો એમ મરાઠીનો નથી પણ મહાપાલિકાનો છે, પણ હું કહું છું કે હું મહારાષ્ટ્રનો છું. હવે આપસમાં લડશો નહીં. વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે જો આપણે ભાગલા પાડીશું તો આપણે ભાગલા પાડીશું, આ લોકો હિન્દુ, મુસ્લિમ અને જાતિના આધારે વહેંચાયેલા છે. ગુજરાતમાં પટેલોને અલગ કરવામાં આવ્યા હતા અને બીજાઓને સાથે લેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અલગ કરવામાં આવ્યા હતા અને બીજાઓને સત્તા પર લઈ જવામાં આવ્યા હતા અને હવે તેઓ દિલ્હીના ગુલામ રાજ્ય પર રાજ કરી રહ્યા છે. 

મુંબઈમાં બનેલી ઘટના સામે ભગવા સેના મેદાને આવી 
મહારાષ્ટ્રમાં થઈ રહેલા હિન્દીભાષી વ્યાપારી પર અન્યાયનો મામલે અને રાષ્ટ્રીય ભાષા હિન્દીને લઇ મુંબઈમાં બનેલી ઘટના સામે ભગવા સેના મેદાને આવી છે. ભગવા સેનાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે નિંદનીય ઘટના સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. અરાજકતા ફેલાવનારા ગુંડાઓ સામે રાજદ્રોહની ધારા અંતર્ગત કાર્યવાહીની માંગ કરી છએ. બંધારણના આર્ટિકલ 19 અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની રક્ષા કરવા માંગ કરી. સાથે જ હિન્દી ભાષાના અપમાનને સહન ન કરવા ભગવા સેનાની રજૂઆત

વેપારીને માર મારવાવાની ઘટનાને અતિશયોક્તિ કરવી ખોટી છે: રાજ
તાજેતરની મીરા રોડ ઘટનાનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું, "જો કોઈને ઝઘડામાં થપ્પડ મારી દેવામાં આવે અને તે ગુજરાતી હોય તો શું કરવું જોઈએ? શું કપાળ પર લખ્યું છે કે તે કોણ છે? કારણ વગર કોઈ પર હાથ ઉપાડો નહીં, પણ જો કોઈ વધારે પડતું કરે તો ચૂપ પણ ન બેસો. અને હા, ઝઘડાના વીડિયો બનાવવાનું બંધ કરો. કારણ વગર કોઈને મારશો નહીં, પણ જો કોઈ ભૂલ કરે તો તેને પાઠ ભણાવો." તેમણે કહ્યું કે તેમના ઘણા ગુજરાતી મિત્રો છે જે મરાઠીને પ્રેમ કરે છે. તેમણે કહ્યું, "હું એક ગુજરાતીને 'ગુજ-રાઠી' કહું છું કારણ કે તે હૃદયથી મરાઠી સાથે જોડાયેલો છે. મારા ઘણા ગુજરાતી મિત્રો પણ છે જે શિવાજી પાર્કમાં મારા ભાષણો સાંભળે છે." અંતે, તેમણે કહ્યું કે સરકારો આવતી-જતી રહેશે, જોડાણો બનતા અને તૂટતા રહેશે, પરંતુ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુદ્દા પર કોઈ સમાધાન થશે નહીં. આ બાળાસાહેબનું સ્વપ્ન હતું અને આ આપણી પ્રતિબદ્ધતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news