થરાદ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, એક જ પરિવારના પાંચ લોકોના મોત

બનાસકાંઠાના થરાદ નજીક નર્મદા કેનાલમાં દુર્ઘટના બની છે. રોડ પર પસાર થઈ રહેલી કાર અચાનક નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.

થરાદ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, એક જ પરિવારના પાંચ લોકોના મોત

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી હતી. અચાનક કાર રોડની સાઈડમાંથી ઉતરી કેનાલમાં ખાબકી હતી. પાંચ લોકોના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

કેનાલમાં કાર ખાબકતાં પાંચના મોત
થરાદના કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દિયોગરના ભેસાણ ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ કાર રોડની સાઈડમાંથી ઉતરી કેનાલમાં ખાબકી હતી. આ સમાચાર મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. કારમાં સવાર ત્રણ બાળકો અને તેના માતા-પિતાના મોત થયા છે. 

એક જ પરિવારના પાંચેય લોકોના મૃત્યુ
અચાનક કાર કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગોસ્વામી નવીન જીવાપુરી, ગોસ્વામી હેતલબેન નવીનપુરી (ઉંમર: 28 વર્ષ), ગોસ્વામી કાવ્યાબેન નવીનપુરી (ઉંમર: 6 વર્ષ), ગોસ્વામી મીનલબેન નવીનપુરી (ઉંમર: 3 વર્ષ), ગોસ્વામી પિયુબેન નવીનપુરી (ઉંમર: 2 વર્ષ) પાંચ લોકોના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કિયાલ ગામનો પરિવાર દિયોદરના ભેંસાણ ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરિવાર પરત ઘરે આવી રહ્યો હતો આ દરમિયાન દુર્ઘટના સર્જાય હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news