તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

Earthquake in Gir Somnath: ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. 

તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

Earthquake in Gir Somnath: ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય માહોલ ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 

રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news