ગુજરાતના ખેડૂતોએ ફરી ચોથના શુકન જોયા; આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીની દ્દષ્ટિએ કેવું રહેશે?

Gujarat Monsoon 2025: ચોથના દિવસે આવતા વર્ષને લઈ શુકન જોવામાં આવે છે. ખેડૂતોએ શુકન જોતા જ આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીથી ભરપૂર રહેશે. ચાર અલગ અલગ માટીના ગોળા બનાવી તેમાંથી કેવું વર્ષ જશે તે જોવામાં આવે છે. 

ગુજરાતના ખેડૂતોએ ફરી ચોથના શુકન જોયા; આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીની દ્દષ્ટિએ કેવું રહેશે?

Gujarat Monsoon 2025: ગુજરાતમાં આવનારું વર્ષ ખેડૂતો અને નાગરિકો માટે કેવું રહેશે? તે અલગ અલગ રીતે વરતારો કરવામાં આવતો હોય છે. ત્યારે ધાનેરામાં ચોથના દિવસે આવતા વર્ષને લઈ શુકન જોવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. જેના કારણે ચાર અલગ અલગ માટીના ગોળા બનાવી તેમાંથી વર્ષ કેવું જશે તે જોવામાં આવે છે. આ સાથે જ ખેડૂતોએ શુકન જોયા છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું, કારણ કે આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીથી ભરપૂર રહેશે. 

ધાનેરા ખાતે ખેડૂતોના ચહેરા પર સ્મિત
ભારત દેશ ને કૃષિ પ્રધાન દેશ કેહવામાં આવે છે. ખેડૂતની ખેતી પર દેશની આર્થિકતા ટકેલી હોય છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ધાનેરામાં ચોથના દિવસે આવતા વર્ષને લઈ શુકન જોવામાં આવે છે. શુકન જોતા આવતું વર્ષ ખેતી માટે ફાયદાકારક રહે તેવા અણસાર શુકન રૂપી જોવા મળ્યા છે. 

ધાનેરા ખાતે વર્ષોથી ચોથના દિવસે આવતા વર્ષને લઈ શુકન જોવામાં આવે છે. પ્રજાપતિ સમાજના રહેણાક વિસ્તાર ખાતે ખેડૂતો ભેગા થયા હતા. શરૂઆતમા ગણપતિ દાદાના પૂજન કર્યા બાદ ચાર અલગ અલગ માટી ના ગોળા બનાવી તેમાંથી કેવું વર્ષ જશે તે બાબતે શુકન જોવામાં આવે છે. જેમાં ચાર માસ સાથે ચાર કુલડી(ગોળો)માં પાણી ભરવામાં આવે છે અને જે ગોળોમાંથી પહેલાં પાણી નીકળે તે રીતે વરસાદ આવશે તે નક્કી થાય છે. 

આજ રીતે ચાર ગોલામા લીલું ઘાસ..રૂપિયાનો સિક્કો અને અનાજ તરીકે બાજરી મૂકવામાં આવે છે અને કોઈ દીકરીનાં હાથે ગોળો પસંદ કરવામાં આવે છે અને જે ગોળામાંથી કાઈ વસ્તુ નીકળે તેના પરથી આવતા વર્ષની ખેતી અને વરસાદનો વર્તારો જોવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news