હવે કોના પર ભરોસો કરવો! સગીર દીકરી સાથે જ પિતાએ શરીરસુખ માણી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Ahmedabad News: દીકરી અને પિતાના સબંધોને કાળી ટીલી લગાડતો કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ખુદ સગા પિતાએ જ દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. દીકરીએ માતાને જાણ કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

હવે કોના પર ભરોસો કરવો! સગીર દીકરી સાથે જ પિતાએ શરીરસુખ માણી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સગા પિતાએ જ દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વિકૃત શખ્સે પોતાની હવસ પૂરી કરવા માટે ખુદ પોતાની 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. આવો પહેલા પોલીસે શું કાર્યવાહી કરી છે એ જાણીએ.

જો સમગ્ર બનાવની વાત કરીએ તો મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર બે દીકરી અને એક દીકરા સાથે દંપતિ કામ અર્થે છેલ્લા એક વર્ષથી અમદાવાદના સોલા વિસ્તારમાં ભાડે રહીને દંપતિ ઘર કામ કરી જીવન નિર્વહન કરે છે. ત્યારે ગઈ તારીખ 5મી એપ્રિલના દીકરીના માતા-પિતા બન્ને સવારે 8 વાગે કામ અર્થે નીકળી ગયા હતા. જેમાં મોટી દીકરીને માતા સાથે લઈને ગઈ હતી. જ્યારે નાની 10 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરો ઘરે હતા. 

પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ
પિતા બપોરના 2 વાગ્યાની આસપાસ બદઇરાદે ફરી ઘરે આવ્યો હતો અને ત્યાર બાદ 5 વર્ષીય દીકરાને પૈસા આપીને બહાર નાસ્તો કરવા માટે મોકલી દીધો હતો. ત્યારબાદ ઘર બંધ કરી 10 વર્ષીય દીકરી સાથે અડપલા કરવાની પહેલા શરૂઆત કરી હતી. દીકરીએ પ્રતિકાર કરતા પિતાએ પહેલા દીકરીને માર માર્યો હતો અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.

ડોકટર દ્વારા તપાસ કરતા થયો ખુલાસો
10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પિતા ઘરથી નીકળી ગયો હતો. જ્યારે માતા કામ કરી રાત્રે ઘરે આવી ત્યારે 10 વર્ષીય દીકરીએ માતાને કહ્યું કે, પિતા હેરાન કરે છે પણ માતાએ વાતને ધ્યાન પર ન લીધી હતી. બીજા દિવસે સવારે દીકરીએ ફરી માતાને કહ્યું કે, પેટ અને ગુપ્તઅંગમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારે માતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જતા ડોકટર દ્વારા તપાસ કરતા ખુલાસો થયો કે 10 વર્ષીય દીકરી પર બળાત્કાર થયો છે. 

આરોપી પિતાની ધરપકડ કરાઈ
આ અંગે માતાએ દીકરીને પુછતા દીકરીએ પોતાના પર થયેલ બળાત્કારની સમગ્ર માહિતી આપી હતી. આ ઘટના અંગે માતાએ સગા સંબંધીઓને વાત કરીને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે સોલા પોલીસે વિકૃત આરોપી પિતાની ધરપકડ કરી છે. 

પોલીસે કાર્યવાહી હાથ ધરી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પતિ અને પત્ની વચ્ચે અવારનવાર નાના-મોટા ઝગડા થતા હતા અને આ પ્રકારનું કૃત્ય પ્રથમ વખત આરોપી પિતાએ કર્યું છે. ત્યારે સોલા પોલીસે દીકરીનું મેડિકલ કરવી પુરાવા એકત્ર કર્યા છે અને આરોપી પિતા વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news