BJP Star Campaigners List: ભાજપના 40 સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર; નીતિન પટેલ સહિત ગુજરાતના આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat BJP Star Campaigners: ગુજરાત વિધાનસભાની બે પેટા ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનો સમાવેશ
Trending Photos
Gujarat BJP Star Campaigners: ગુજરાતમાં અત્યારે વિધાનસભાની બે પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવા લાગી છે. આ દરમિયાન બીજેપી દ્વારા પણ જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજેપીએ અત્યારે ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કુલ 40 દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં બીજેપીનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં બીજેપીએ પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બન્ને બેઠકો પર જીતનું લક્ષ્યાંક રાખ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ બન્ને બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે