Jio નો મોટો ધમાકો, 51 રૂપિયામાં એક મહિનો ચાલશે Unlimited 5G ડેટા, જાણો ઓફર

Jio ના કરોડો યુઝર્સ માટે સારા સમાચાર છે. કંપની માત્ર 51 રૂપિયામાં એક મહિનો અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનનો લાભ જિયોના 47 કરોડથી વધુ ગ્રાહકો ઉઠાવી શકે છે.

 Jio નો મોટો ધમાકો, 51 રૂપિયામાં એક મહિનો ચાલશે Unlimited 5G ડેટા, જાણો ઓફર

Jio પોતાના 47 કરોડથી વધુ મોબાઇલ યુઝર્સ માટે સતત સારી ઓફર લાવતું રહે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પાસે એક શાનદાર ઓફર છે, જેમાં યુઝર્સને માત્ર 51 રૂપિયાના ખર્ચમાં એક મહિનો અનલિમિટેડ 5જી ડેટા મળશે. જિયોની આ ઓફરનો ફાયદો 5G સ્માર્ટફોન યુઝર્સને થશે. આ ઓફર ખાસ તેના માટે છે, જેના વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે. 

51 રૂપિયાવાળો પ્લાન
જિયોની વેબસાઇટ પ્રમાણે કંપનીનો આ એક ડેટા ઓનલી પ્લાન છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટાની સાથે 3જીબી હાઈ સ્પીડ 4જી ડેટાનો લાભ મળે છે. આ ડેટા પેકની વેલિડિટી યુઝર્સના વર્તમાન પ્લાન સમાન હશે. આ રીતે કોઈ પહેલાથી ચાલી રહેલા એક્ટિવ પ્લાનની સાથે આ ડેટા પેકને ક્લબ કરી તમે અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકો છો. આ સિવાય જિયોના 101 રૂપિયા અને 151 રૂપિયાના પ્લાનમાં પણ તમને અનલિમિટેડ 5G ડેટા મળશે.

jio rs 51 recharge plan

એક મહિનો ચાલશે ઈન્ટરનેટ
જિયોએ વર્ષની શરૂઆતમાં ડેટા વગરના બે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. કંપનીએ TRAI ના આદેશ પર આ બંને પ્લાન તેવા યુઝર્સ માટે રજૂ કર્યા હતા, જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે અને તેને ડેટાની જરૂર નથી. જિયોના આ બંને પ્લાન 84 દિવસ અને 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયોના 336 દિવસની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 1748 રૂપિયા છે.

આ પ્લાનમાં મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળશે. આ સિવાય 3600 SMS નો લાભ મળે છે. સાથે જિયો ટીવી અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે.

આ પ્લાન સિવાય કંપનીના 189 રૂપિયા અને 448 રૂપિયાવાળા વેલ્યુ પ્લાનની સાથે 51 રૂપિયાનું ડેટા પેક ક્બલ કરી યુઝર્સ એક મહિના સુધી અનલિમિટેડ 5જી ડેટાનો લાભ ઉઠાવી શકે છે. આ માટે તમારા વિસ્તારમાં 5જી નેટવર્ક અને તમારી પાસે 5જી સ્માર્ટફોન હોવો જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news