ગુજરાતના વિદ્યાર્થીઓ આ વર્ષે નવરાત્રી સારી રીતે નહીં માણી શકે! શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

Gujarat board exam 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફારની જાહેરાત કરી છે. અગાઉ 9 થી 12ની પરીક્ષા 11 સપ્ટેમ્બરથી લેવાનાર હતી પરંતુ પ્રાથમિકમાં નવરાત્રી બાદ ૩ ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી સ્કૂલોની રજૂઆતને પગલે બોર્ડ 9 થી 12ની પરીક્ષા પણ સરકારીની મંજૂરી બાદ ૩ ઓક્ટોબરથી લેવાની છુટ આપતો પરિપત્ર કર્યો છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ આ વર્ષે નવરાત્રી સારી રીતે નહીં માણી શકે! શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

Education Department of Gujarat: અગાઉ સપ્ટેમ્બર 11 થી 20, 2025 દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે ઓક્ટોબર 3 થી 13, 2025 દરમિયાન યોજાશે. આ નિર્ણય શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થનાર છે ત્યારે આ વર્ષે હવે ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવરાત્રી સારી રીતે નહીં માણી શકે કારણ કે અગાઉ ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પહેલા જ 11 સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રી પહેલા 20મી સુધીમાં પુરી થઈ જતી હતી. પરંતુ હવે 9થી 12ની પ્રથમ પરીક્ષા ૩ ઓક્ટોબરથી શરૂ થશે એટલે કે નવરાત્રી 2 ઓક્ટોબરે પુરી થયા બાદ તરત જ બીજા દિવસથી પ્રથમ પરીક્ષા શરૂ થઈ જશે. 

No description available.

બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી ૧૨ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામા આવ્યો છે. બોર્ડે પરીક્ષાની તારીખો બદલતા હવે ધો. ૩થી૮ અને ધો.૯થી૧૨ સહિત તમામ વિદ્યાર્થીઓ માટે એક સાથે ૩ ઓક્ટોબરથી જ પ્રથમ પરીક્ષા શરૂ થશે અને તારીખો બદલતા પો. ૯થી ૧૨ના ર૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. 

જો કે બોર્ડ પરીક્ષાની તારીખો બદલતા હવે પ્રથમ પરીલા માટે જૂનથી ઓગસ્ટ માસ સુધીના અભ્યાસક્રમને બદલે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ પ્યાને લેવા આદેશ કર્યો છે. ૧૩ ઓક્ટોબર સુધી પરીક્ષા ચાલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news