લોકગાયિકા મીરાબેન આહિરને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ, વીડિયો બનાવી પોલ ખોલી
Singer Miraben Ahir Video : લોક સાહિત્યકાર હકાભા ગઢવી બાદ જાણીતા સિંગર મીરાબેન આહીરને થયો રાજકોટ સરકારી હોસ્પિટલનો કડવો અનુભવ, ડોક્ટરે ફાઈલનો ઘા રી કહ્યું દાખલ નથી કરવા થાય તે કરી લે, રાજકોટ સરકારી હોસ્પિટલનો કડવો અનુભવ થયા બાદ સરકારને ટકોર કરતો મીરાબેન આહીરે વિડીયો શેર કર્યો
Trending Photos
Rakot News : રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો તુમાખીભર્યો વ્યવહાર સામે આવ્યો. જાણીતા લોકગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યો. એટલું જ નહિ ફાઈલનો છુટ્ટા હાથે ઘા કર્યો. ત્યારે ગાયિકાએ વીડિયો બનાવી તંત્ર પાસેથી તેનો જવાબ માંગ્યો.
ગુજરાતમાં વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને સિવિલ હોસ્પિટલનોનો કડવો અનુભવ થયો. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. અગાઉ પણ લોકસાહિત્યકાર હકભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને સિવિલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન આહિર એ સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.
વીડિયોમાં મીરાબેને કહ્યું કે, તેઓ તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાર ૪૫ મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઈમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેને આક્ષેપ કર્યો.
મીરાબેન વીડિયોમાં એ પણ આક્ષેપ કર્યો કે, સિવિલ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ‘કેસ નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે.’ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માંગ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે