હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આ જિલ્લામાં આવશે ભારેથી અતિભારે વરસાદ, આપ્યું રેડ-ઓરેન્જ એલર્ટ

Heavy Rain Alert : દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસ્યા મેઘરાજા... ડાંગના આહવામાં 8 ઈંચ, વઘઈમાં સાડા પાંચ ઈંચ, અને કપરાડામાં વરસ્યો 5 ઈંચ વરસાદ... બુધવારે કુલ 123 તાલુકામાં મેઘરાજાએ કરી જમાવટ...
 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આ જિલ્લામાં આવશે ભારેથી અતિભારે વરસાદ, આપ્યું રેડ-ઓરેન્જ એલર્ટ

Gujarat Rains : હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ અલર્ટ અપાયું છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 

આગામી 3 કલાક માટે આગાહી 
સવારે 10 વાગ્યાથી લઈ આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે.  61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા  હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર, સોમનાથ, રાજકોટ, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદને લઈને યેલો અલર્ટ જાહેર કરાયું. 

રાજ્યમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
આગામી બે દિવસમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસશે. 21-22 જૂનમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. તો 22થી 24 જૂન સુધી કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. સૌરાસ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ભાવનગર, મહેસાણામાં ભારે વરસાદ પડશે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. હાલની સ્થિતિએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાશે. વરસાદ પડવાથી નદીઓ પણ બે કાંઠે વહેતી થશે. વરસાદને લઈ લોકોએ અગમચેતી રાખવાની જરૂર છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીનગર, માણસા, કલોલ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કાચા મકાનોમાં રહેતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ઢોર ઢાંખરને સાચવવું, પવન ફૂંકાશે, વીજળી પડવાથી મૃત્યુ પણ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news