માત્ર એક જ વરસાદમાં ગુજરાતના ડેમોનું ચિત્ર બદલાયું! સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ? જાણો કયો ડેમ કેટલો ભરાયો?

Saurastra Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગના સુબીરમાં વરસ્યો સવા 3 ઈંચ વરસાદ પડ્યો છે, તો ગીરસોમનાથના વેરાવળમાં 2 ઈંચ વરસાદ. ડાંગ, નવસારી, જૂનાગઢમાં પણ વરસાદી માહોલ બન્યો છે. સૌરાષ્ટ્રના ડેમોમા વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

માત્ર એક જ વરસાદમાં ગુજરાતના ડેમોનું ચિત્ર બદલાયું! સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ? જાણો કયો ડેમ કેટલો ભરાયો?

Saurastra Rain News: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં હાલ વરસાદી વાતાવરણ હાલ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ડેમોમા વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના જળસંગ્રહમા રાતોરાત 10542 એમસીએફટી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

સોમવારે સવારે સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ માત્ર 27.07% હતું. 24 કલાકમાં વધીને 38.60 ટકા સુધી પહોંચ્યું છે. જે પ્રકારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અમરેલી જિલ્લાના બે, ભાવનગર જિલ્લાના ત્રણ જ્યારે કે સુરેન્દ્રનગરનો એક ડેમ છેલ્લો સો ટકા સંપૂર્ણ પણે ભરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. 

મંગળવારના રોજ અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ , સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના આજી1, ન્યારી 1, ભાદર 1 ડેમ સહિતના ડેમમાં નવા નિયમની આવક પણ નોંધાઈ છે. 

આજી 1 ડેમમાં 0.10 ફુટ, ન્યારી 1 ડેમમાં 0.33 ફૂટ, ભાદર 1 ડેમમાં 1 ફુટ નવા નીરની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે રાજકોટના ઈશ્વરીયા નજીક આવેલ આજી 2 ડેમના બે જેટલા દરવાજા ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પરમાર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news