ગણેશ ગોંડલે મારા ભાઈની હત્યા કરી! રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે બહેને શરૂ કર્યું અભિયાન

Justice For Rajkumar Jat : રાજકુમાર જાટ કેસમાં મૃતકની બહેનનું આજથી ન્યાય માટે અભિયાન... ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું... તેના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે હત્યાનો આરોપ લગાવ્યો

ગણેશ ગોંડલે મારા ભાઈની હત્યા કરી! રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે બહેને શરૂ કર્યું અભિયાન

Gondal Rajkumar Jat Death Case : ગોંડલમાં રાજસ્થાની યુવક રાજકુમાર જાટ મોત કેસ સતત નવા વળાંક લઈ રહ્યું છે. જાટ પરિવાર પહેલાથી જ ગણેશ ગોંડલ સામે આક્ષેપો કરી રહ્યું છે. ત્યારે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ આજથી મૃતક યુવાનની બહેન દ્વારા અભિયાન સોશિયલ મીડિયા ઉપર #JUSTICE FOR RAJKUMAR અભિયાન શરૂ કરાયું છે અને સૌને મદદરૂપ થવા અપીલ કરી છે. 

ગોંડલમાં રાજસ્થાની યુવક રાજકુમાર જાટના મોતનો કિસ્સો હવે તૂલ પકડી રહ્યો છે. પરિવાર લાંબા સમયથી ન્યાય ઝંખી રહ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ બાદ તેમના દીકરાનું રહસ્યમયી રીતે મોત થયું છે. આ મોતને પરિવાર હત્યા ગણાવી રહ્યું છે. ત્યારે આ મામલે કોઈ મદદ ન મળતા રાજકુમાર જાટની બહેન પૂજા જાટે ન્યાય માટે અભિયાન શરૂ કર્યું છે. 

પૂજા જાટે આજે 3 મેથી #JusticeForRajkumar નામે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. 

પૂજા જાટે કહ્યું, સરકાર અમારા પર વોચ રાખે છે 
પૂજા જાટે કહ્યું કે, સરકાર મારા ભાઈની હત્યાના કેસમાં અમને ન્યાય અપાવવા માટે મદદરૂપ થવાના બદલે અમને સહયોગ આપનારા ઉપર IB દ્વારા વોચ રાખી રહી છે. સરકારે ઈન્ટેલીજન્સ બ્યૂરોની મદદથી આરોપીઓ ઉપર નજર રાખવી જોઈએ. સરકાર શા માટે આવા લોકોનો બચાવ કરે છે ? સરકારે યોગ્ય પગલા ન લીધા મુદો લોકસભા અને રાજસ્થાન વિધાનસભામાં પણ ઉઠાવાઈ ચૂકયો છે. તા.૩થી મારા ભાઈની હત્યા અંગે પૂરા સમાજમાંથી સમર્થન મેળવવા એક્સ ઉપર #JUSTICE FOR RAJKUMAR અભિયાન શરૂ થશે.

ગણેશ ગોંડલે મારા ભાઈની હત્યા કરી! રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે બહેને શરૂ કર્યું અભિયાન

ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો
ગોંડલના રાજસ્થાની યુવક રાજકુમાર જાટના પિતાએ વીડિયો જાહેર કરીને ગોંડલમાં ગુંડારાજ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, દીકરાના હત્યારા સામે 2 માસમાં કોઈ ફરિયાદ નહિ, પોસ્ટર ફાડનાર સામે તરત FIR થાય છે. મને અને મારા દીકરાને તેના બંગલામાં માર્યા હતા. અમે નીકળી ગયા ત્યાંથી તો તેઓ અમારી પાછળ આવ્યા હતા અને મારા દીકરાનો રૂમ જોઈ લીધો હતો. રાત્રે 2 વાગ્યે ગણેશ જાડેજાએ એ જ ગાડીમાં મારા દીકરાને ઉઠાવી લીધો હતો.

ગણેશ ગોંડલ સામે રાજકુમાર જાટની બહેનનો નવો મોરચો, ભાઈને ન્યાય માટે શરૂ કર્યું અભિયાન

 

દીકરા ગુમાવનાર પિતાએ વેદના ઠાલવી
રતનલાલ જાટે કહ્યું કે, ગોંડલમાં એનું જ રાજ છે. એ જ હત્યારાનું રાજ છે. દીકરાને ઉઠાવી લીધો છે. ખૂબ માર માર્યો છે. માર મારીને એને ચલાવ્યો છે. મારી નાખવાનો ઈરાદો હતો અને પછી અકસ્માતમાં બતાવી હોસ્પિટલમાં રાખી દીધો. મારા દીકરાએ સામે જવાબ આપ્યો હતો, એની જ સજા મારા દીકરાને મળી છે. કાયરતાથી નહિ હિંમતથી માથું ઉંચુ કરી જવાબ આપ્યો એની સજા મારા દીકરાને મળી છે. કોઈ લોકો એની સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી એવી જગ્યાએ મારા દીકરાએ તેના સવાલના સામે જવાબ આપ્યા એ જ એની ભૂલ હતી. મારો દીકરો નીડર અને બહાદુર હતો. સીસીટીવી પુરા નહિ બતાવે, કારણ કે પોલીસ પણ તેની સાથે મળેલી છે. જયરાજસિંહ જાડેજા કે ગોંડલ જાડેજા સામે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કેમ કાર્યવાહી નથી કરી કારણ કે તે તેની પાર્ટીના ધારાસભ્ય છે એટલે. સરકાર ઈચ્છે છે કે આ મેટર દબાઈ જાય અને આ મેટર બહાર ન આવે. ગોંડલની ગુંડારાજની સ્થિતિ બધાએ જોઈ લીધી છે. કોઈ રાજકારણ કરવા માટે આવ્યા ન હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news