પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ બનાવ્યું, ફરીથી ડ્રોન હુમલો કરતા ભુજમાં રેડ એલર્ટ જાહેર

Pakistan Attack On Kutch : કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે... પાકિસ્તાનની સીધી નજર કચ્છ પર... ડ્રોન દેખાતા ભુજમાં સાયરન વગાડીને રેડ એલર્ટ જાહેર કરી દેવાયું 

પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ બનાવ્યું, ફરીથી ડ્રોન હુમલો કરતા ભુજમાં રેડ એલર્ટ જાહેર

Pakistan Drone Attack : કચ્છથી અત્યારના સૌથી મોટા સમાચાર છે. કચ્છમાં ફરીથી ડ્રોન દેખાતા ભુજમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. લોકોની ઘરની બહાર ન જવા સૂચના અપાઈ. આ માટે ત્રણવાર સાયરન વગાડવામાં આવ્યા છે. 

કચ્છમાં ફરી પાકિસ્તાનથી આવ્યા ડ્રોન
પાકિસ્તાન સતત કચ્છને ટાર્ગેટ કરી રહ્યું છે. વહેલી સવારે ડ્રોન હુમલા થયા બાદ ફરીથી બપોરે નાગોર અને લોરિયા પાસે ડ્રોન દેખાયા છે. ડ્રોન દેખાતા જ સાયરન વગાડવામાં આવ્યું છે. ડ્રોન દેખાતા સાયરન વગાડવામાં આવ્યું છે. ભારતીય સેનાએ સતર્કતા દાખવી ડ્રોન તોડી પાડ્યા છે. ડ્રોન કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા નેસ્તાનાબૂદ કરાયા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2025

 

ભુજમાં રેડ એલર્ટ
કચ્છના બોર્ડર પર મોટી હલચલ થતા ભુજમાં રેડ એલર્ટ આપી દેવાયું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા સુચના અપાઈ છે. આ માટે ત્રણ વાર સાયરન વગાડવામાં આવ્યા છે. 

ગાંધીનગરમાં તાત્કાલિક મળી બેઠક
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં વહેલી સવારે ડ્રોન હુમલા બાદ પાટનગર દોડતુ થયું છે. મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ની પરિસ્થિતિમાં ગુજરાતના બોર્ડર વિસ્તારની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર બેઠક યોજાઈ છે. જેમાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી,અધિક મુખ્ય સચિવ,ગૃહ એમ.કે દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિત સરકારના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2025

 

કાટમાળને તપાસ માટે લઈ જવાયા 
પાકિસ્તાન દ્વારા આજે વહેલી સવારે કચ્છના સરહદી વિસ્તારોમાં ડ્રોન અટેક કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત નલિયા એરબેઝને પણ ટાર્ગેટ કરવાનો પ્રયન્ત કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન પાકિસ્તાની ડ્રોનને ભારિતય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું હતું. નાની સુડોદ્રો ગામે જમીન પર પડેલા કેટલાક કાટમાળની જાણ સ્થાનિક સરપંચે પોલીસને કરતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કાટમાળને તપાસ અર્થે લઈ ગઈ છે,

કચ્છમાં એટેક બાદ ભુજમાં બજાર-મોલ બંધ
પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. તાત્કાલિક અસર જોવા મળી છે. ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ પણ લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે. પોલીસ દ્વારા બજારો બંધ કરવામાં આવી છે. વહેલી સવારે 3 ડ્રોન ભુજમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2025

કલેક્ટરની લોકોને અપીલ
કલેક્ટરે લોકોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી કે, ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે કચ્છ કલેકટરે જિલ્લામાં તમામ નાગરિકોના ઘરમાં જ રહેવા સૂચના આપી છે. જેને લઈને કચ્છના ગ્રામીણ વિસ્તારમાં સવારે કાર્યરત રહેલા બજાર અને દુકાનોને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. તો બીજી ટ્વિટમાં કહ્યું કે, સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે.  નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.

કચ્છમાં વહીવટી તંત્ર મેદાને
કચ્છની સ્થિતિ વચ્ચે સ્થાનિક આગેવાનો અને વહિવટી તંત્ર મેદાને આવ્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ સ્થાનિક આગેવાનો, વેપારી આગેવાનો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. તંગદિલી ભરી સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિનોદ ચાવડાએ કહ્યું, કચ્છ જિલ્લામાં એલર્ટ આપતા આજે કલેકટર કચેરી ખાતે બેઠક કરી. લોકો સ્વયંભૂ રીતે બ્લેકઆઉટ કરે તે માટે સમજણ આપી. સ્થાનિક આગેવાનો, વેપારી આગેવાનો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી. લોકોએ ડરવાની જરૂર નથી, તંત્રને સાથ સહકાર આપે. ભારતીય સેના ડ્રોન અને મિસાઈલ હમલા સામે લડવા સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news