મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમ ફરી વિવાદમાં! 6 કિશોર સિકયુરિટીને ધક્કો મારી ભાગી ગયા
Mehsana News: મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી નજીક આ વેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી બુધવારે સવારે હત્યાના પાંચ અને દુષ્કર્મના ગુનાનો એ ક મળી છ બાળ આ રોપીઓ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ભાગી જતાં પોલીસ સહિતનું તંત્ર દોડતું થઇ ગયું હતું.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા શહેર માં રાધનપુર ચાર રસ્તા નજીક શહેરની મધ્યમાં આવેલું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વિવિધ ગુન્હામાં કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરોને મહેસાણા સ્થિત ઓબ્ઝર્વેશન હોમમાં રાખવા માં આવે છે, પણ ગંભીર પ્રકારના ગુન્હાના કારણે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને સાચવવા ઓબ્ઝર્વેશન હોમ માટે પણ કઠિન સાબિત થાય છે.
એવું જ કંઈક મહેસાણા સ્થિત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં બનાવ પામ્યું છે, જ્યાંથી કુલ 6 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થઇ ગયા છે. હત્યાના કારણે કાયદાના સંઘર્ષમાં આવેલા 5 કિશોરો અને દુષ્કર્મના ગુન્હાનો એક કાયદાના સંઘર્ષમાં આવેલા એક સહિત કુલ 6 કિશોરો ભાગી ગયા છે.
ઓબ્ઝર્વેશન હોમ દ્વારા વારંવાર સિક્યુરિટી વધારવા માંગ કરાઈ છે, પણ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં સિક્યુરિટી વધારવામાં આવતી નથી. પૂરતી સિક્યુરિટીનો અભાવ અને ફરજ ઉપરના સિક્યુરિટી ગાર્ડની લાપરવાહીના કારણે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 6 કિશોર ભાગી જતા પોલીસ સહિતનું તંત્ર દોડતું થઇ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે