ગુજરાતમાં અહી આસોપાલવના ઝાડમાં પ્રગટ થયા હનુમાનજી, ચમત્કાર જોવા અડધી રાતે ઉમટ્યા લોકો

Hanumanji Miracle : જેતપુરના ખાખીમઢી હનુમાનજી મંદિરમાં હનુમાનના પ્રગટ થવાની વાત ફેલાતા લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા 
 

ગુજરાતમાં અહી આસોપાલવના ઝાડમાં પ્રગટ થયા હનુમાનજી, ચમત્કાર જોવા અડધી રાતે ઉમટ્યા લોકો

Jetpur News : જેતપુરમાં ખાખીમઢી હનુમાનજીના મંદિરમાં આવેલ આસોપાલના વૃક્ષમાં હનુમાનજીની છબી પ્રકટ થયાની વાત વાયુવેગે ફેલાઈ હતી. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 

જેતપુરમાં ચમત્કાર જેવી ઘટના બની હતી. જેતપુરના સારણ નદીના કાંઠે ખાખામઢી હનુમાનજી મંદિર આવેલું છે. જેના પ્રાંગણમાં આસોપાલવ વૃક્ષ આવેલું છે. આ આસોપાલના વૃક્ષમાં હનુમાનજીની છબી દેખાતા લોકો ઉમટી ડ્યા હતા. બુધવારે મોડી રાત્રે આ વાત વાયુવેગે ફેલાઈ જતા દર્શન માટે ભક્તોનો અખૂટ ધસારો જોવા મળ્યો હતો. વાત એટલી ફેલાઈ હતી કે, દિવ્ય પ્રતિકૃતિની વાતને લોકો ચમત્કાર માનવા લાગ્યા હતા.

ભક્તોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા જયઘોષ અને ભક્તિભાવપૂર્વક દર્શન કરાયા હતા. 

( Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news