નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર; 15 દરવાજા ખોલાયા, વડોદરા-ભરૂચના આ 27 ગામને કરાયા એલર્ટ
Narmada Dam Water Level Rise: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંઘાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 80 ટકા જળસંગ્રહ થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 132.57 મીટર પહોંચી છે, જ્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધીની છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 2.77 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,07,750 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે નર્મદા ડેમમાંથી 1,37,080 ક્યુસેક પાણીની જાવક છે. ડેમના 15 દરવાજા ખોલી 2.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
Trending Photos
Narmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાંમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 132.57 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 5,07,750 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવશે.
આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે 5 દરવાજા ખોલી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે.
આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તાર ના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે