હે ભગવાન! કેમ મોતના કૂદકા લગાવી રહી છે ગુજરાતની દીકરીઓ, 15 દિવસમાં 4એ જીવ લીધો
Minor Girl Suicide Case : આપઘાત જિંદગીનો અંતિમ રસ્તો નથી, સુરતના પાંડેસરામાં 16 વર્ષીય કિશોરીએ બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ
Trending Photos
Surat News : ગુજરાતમાં સગીર સંતાનોમાં આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક દીકરીએ મોતની છલાંગ લગાવી. સુરતમાં આજે ધોરણ-10ની વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી કૂદીને મોત વ્હાલુ કર્યું. સગીરા ઘરેથી 4 કિમી દૂર બાંધકામ સાઇટના છઠ્ઠા માળે પહોંચી, સિક્યોરિટી ગાર્ડે જોઈને બૂમો પાડી છતાં કૂદી ગઈ હતી.
ચોથો કિસ્સો- બાંધકામ સાઈડ પરથી કૂદી ગઈ સગીરા
ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરેથી આશરે 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠા માળેથી કૂદી જીવન ટૂંકાવી લીધું છે. 7 ઓગસ્ટ, 2025ની સાંજે અશ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે. પરંતુ,રાત્રે 8 વાગ્યા સુધી પરત આવી નહોતી અને મોબાઇલ ફોન બંધ આવતા પરિવાર ચિંતિત થયો. રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
લોકેશનના આધારે પોલીસ બાંધકામ સાઇટ સુધી પહોંચી
પોલીસે તાત્કાલિક સગીરાનું લોકેશન ટ્રેસ કરવાની શરૂઆત કરી હતી. જેમાં પોલીસ શોધતી શોધતી બાંધકામ સાઈટ પર પહોંચી હતી. અહીં અસ્વિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી, જેથી આખો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો. દીકરીનો મૃતદેહ જોઈને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પિતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
જુનાગઢમાં શું રંધાઈ રહ્યું છે...! ઈટાલિયાની ધમાકેદાર બેટિંગ પર મોહી ગયા ભાજપના નેતા
ત્રીજો કિસ્સો - પ્રિન્સીપીલની દીકરીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી
અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. કિશોરીની 2 દિવસની સારવાર બાદ મોત થયું હતું. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રવીણસિંહ નામના આચાર્ય રહે છે જે વર્ષોથી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પ્રવીણસિંહના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો હતાં, જેમાં 9 વર્ષનો પુત્ર અને 14 વર્ષની કિશોરી હતી.
બીજો કિસ્સો - સગીરાનો ત્રીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ
શહેરના ઘોડદોડ રોડ પર રહેતી 15 વર્ષની સગીરાએ ઘરની બાજુમાં આવેલી 3 માળની બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી છે.હાલમાં સગીરા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સગીરા ભાનમાં આવી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.જેમાં વાત એવી છે કે તેના એક દૂરના સંબંધીએ સગીરાના ફોટો અને અંગત વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. બદનામીના કારણે સગીરાએ આપઘાત કરવાની કોશિશ કરી હતી. થોડા સમય પહેલા બોલબાલા માર્ગ પાસે રેઈનબો એવન્યુ સોસાયટીમાં રહેતી સાક્ષી ઘાડિયા નામની સગીરાએ ગઈકાલે સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરાએ દમ તોડી દીધો હતો. સગીરા રવિવારે બહેનપણીના જન્મદિવસનું કહી ઘરેથી બપોરે 3 વાગ્યે નીકળી હતી. બાદમાં ઘરે મોડી પરત ફરતા પરિવારને શંકા જતા તપાસ કરતાં કોઈ બહેનપણીનો જન્મદિવસ ન હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે માતાએ ઠપકો આપ્યો હોય જેનું લાગી આવતાં તેણીએ આ પગલું ભર્યું હતું.
પ્રથમ કિસ્સો - અમદાવાદની શાળામાં ચોથા માળેથી કૂદી હતી વિદ્યાર્થીની
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ- 10 માં ભણતી સગીરા ચોથા માળેથી પડતું મૂકીને કૂદી ગઈ હતી. મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનીએ દમ તોડ્યો.
સગીરા વધ્યા આપઘાતના કિસ્સા
છેલ્લા કેટલાક સમયથી સગીર વયના છોકરા-છોકરીઓમાં નાસીપાત થઈને ઈમારત પરથી છલાંગ લગાવવાના કિસ્સા વધી રહ્યાં છે. થોડા સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ વશમાં પણ આ રીતે દીકરીઓ આદેશ પર છલાંગ લગાવતી જોવા મળી હતી. જોકે, સગીરોમાં ડિપ્રેશન અને ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે. કુમળી વયના સંતાનોને સાચવવું માતાપિતા માટે મોટી ચેલેન્જ બની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે