"જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય, ત્યાં સુધી...", પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકીય ગરમાવો
Par-Tapi Project: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં આજે પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને લઈને માહોલ ગરમાયો છે. જ્યાં એક તરફ સરકાર અને સાથે જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ વાત મુદ્દે સ્પષ્ટતા કરી છે અને કેન્દ્ર સરકારે લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને ડીશ કંટીન્યુ કરવામાં આવ્યો છે જોકે તેમ છતાં હજુ પણ આ મામલો ગરમાઇ રહ્યો છે.
Trending Photos
ધરમપુરના વિવિધ આદિવાસી સંગઠનો અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓ વાત માનવા તૈયાર નથી અને ડેમ પ્રોજેક્ટના વિરોધમાં આજે મહારેલી યોજાઇ છે. સમગ્ર નવસારી અને વલસાડ થી મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર ઉમટ્યા છે તેઓને એક જ માંગ છે કે જ્યાં સુધી ભારત સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી આ આંદોલન નહીં અટકે જેને લઈને ધરમપુર નો માહોલ ગરમાયો છે.
વલસાડ જિલ્લાનું પોલીસ તંત્ર આ મામલે એલર્ટ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ લો ધરમપુર ચાર રસ્તા પર ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનો સાથે સીધી વાત કરતા પાર-તાપી નદી જોડાણ પ્રોજેક્ટને લઈને ઉઠેલા વિવાદનો માહોલ આજે ધરમપુરમાં ગરમાયો હોવાનું જણાવ્યું છે. પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયા છે.
ધરમપુર ચોકડી ખાતે બિરસા મુન્ડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી. તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરીયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરતાં તેને જુઠ્ઠી સરકાર ગણાવી. તો અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે "જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં."
મહારેલીને લઈને સમગ્ર ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગૂંજાઈ રહ્યા હતા. જ્યાં સુધી શ્વેત પત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી આદિવાસીઓનો આ વિરોધ અટકશે નહીં તો આ પ્રસંગે વાંસદા ના ધારાસભ્ય આનંદ પટેલે સ્થાનિક સાંસદ ધવલ પટેલને જેઠાલાલ અને જેઠાલાલ કહીને સંબોધ્યા હતા અને એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગરીબ આદિવાસીઓના વારે આવવા જણાવ્યું હતું.
મહત્વનું છે કે પાર_તાપી નર્મદા રીવર લિંક નો મુદ્દો વધુ વકરી રહ્યો છે. આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે ગઈકાલે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી. ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે. તેમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા.
જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઇ હતી .જેમાં અનંત પટેલ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓ એ સરકાર સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા. અને કોઈપણ ભોગે આ આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો. સભા બાદ રેલી સ્વરૂપેઆ .આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેત પત્ર ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા .આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લીંક પ્રોજેક્ટ ના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે