અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો રોડ શો, 19 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરાયું સ્વાગત
PM Modi Gujarat visit: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી ઈન્દીરા બ્રીજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ સમગ્ર તૈયારી કરી લેવામાં આવી છે.
Trending Photos
PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં PM મોદીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ત્રણ કિલોમીટરના અંતરમાં પીએમ મોદીનું 19 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સ્વાગત કરવામાં આવશે. અમદાવાદમાં અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્ય થકી વડાપ્રધાનનું અભિવાદન કરાશે. જેમાં સૈનિક સ્વાગત, નાસિક ઢોલ, ડાંડિયા રાસ સહિતના સ્ટેજ બનાવવામાં આવ્યા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો તિરંહા સાથે રોડ શોમાં જોડાશે.
સ્ટેજ નં 1 - સૈનિકો દ્વારા સ્વાગત અને અભિવાદન
સ્ટેજ નં 2 - નાસીક ઢોલ અને છત્રી રાસ
સ્ટેજ નં 3 - ઢાલ અને તલવાર સાથે મેર રાસ
સ્ટેજ નં 4 - ડાંડિયા રાસ
સ્ટેજ ન 5 - કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ
સ્ટેજ નં 6 - આદિવાસી નૃત્ય
સ્ટેજ નં 7 - ભરતનાટ્યમ અને કથ્થકલી
સ્ટેજ નં 8 - રાજસ્થાની ડાન્સ
સ્ટેજ નં 9 - બિહુ નૃત્ય
સ્ટેજ નં 10 - પંજાબી ભાંગડા
સ્ટેજ નં 11 - બંગાલી ગ્રુપનો ડાન્સ
સ્ટેજ નં 12 - મરાઠી સાંસ્કૃતિક નૃત્ય
સ્ટેજ નં 13 - મણીપુરી નૃત્ય
સ્ટેજ નં 14 - રાઠવા આદિવાસી ગ્રુપ નુ આદિવાસી નૃત્ય
સ્ટેજ નં 15 - ગરબા
સ્ટેજ નં 16 - રાસ
સ્ટેજ નં 17 - માલધારી નૃત્ય
નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દાહોદ અને ભુજમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. ત્યારે વડોદરામાં પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી. કર્નલ સોફિયાનો પરિવાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા પહોચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે